Team Chabuk-International Desk: કોરના વાઇરસ મુદ્દે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બ્રિટિશ પત્રિકા “નેચર”એ કરેલા એક અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. નેચરે દાવો કર્યો છે કે, કોરોના લોકોનો પીછો આસાનીથી નથી છોડતો. મહિનાઓ બાદ પણ કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થઈ શકે છે. નેચરે દાવો કર્યો છે કે, કોરોનામાં લાંબા સમય સુધી બીમાર રહેલાં લોકો પર લાંબાગાળે મોતનું જોખમ છે. હળવા લક્ષણોવાળા દર્દીઓમાં અમુક મહિના બાદ કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.
CDC દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બ્રિટિશ પત્રિકા નેચરે 87 હજારથી વધુ કોરોનાના દર્દીઓ તથા 50 લાખ સામાન્ય દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસ મુજબ કોરોનાના દર્દીઓને સંક્રમણ બાદ 6 મહિના સુધી 59 ટકાથી વધારે મૃત્યુનું જોખમ રહેલુ છે. અભ્યાસ પરથી જાણવા મળ્યુ કે કોરોનામાં લાંબા સમય સુધી બીમાર રહેલા દર હજાર વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ 6 મહિનામાં મૃત્યુ થયા છે. જો કે, 6 મહિના બાદ મૃત્યુ થયું હોવાથી તેમના મૃત્યુને કોરોના સાથે નથી જોડવામાં આવતા.
અભ્યાસકર્તાઓએ જણાવ્યું કે દર હજારમાંથી 29થી પણ વધુ મૃત્યુ એવા લોકોનું થયુ છે કે જે દર્દીઓ 30 દિવસથી વધુ હોસ્પિટલમાં દાખલ રહ્યા હોય. આરોગ્ય વિશેષજ્ઞના જણાવ્યા મુજબ કોરોના બાદ તરત થતા મોત ફક્ત પ્રાથમિક આંકડા છે. તેમનો દાવો છે કે, કોરોનાના લાંબાગાળાના લક્ષણો ધરાવતા દર્દીઓને અનેક બીમારીઓ થવાનું પણ જોખમ રહેલું છે. આવા દર્દીઓને સ્ટોક, નર્વસ સિસ્ટમની બીમારી, ડિપ્રેશન, ડાયાબિટીસની શરૂઆત, હ્રદય સંબંધિત બીમારીઓ, ડાયેરિયા, પાચન સંબંધિત બીમારીઓ જોવા મળી શકે છે. આ ઉપરાંત આવા દર્દીઓમાં કિડનીની બીમારીઓ, બ્લડ કલોટિંગ, સાંધાનો દુ:ખાવો, વાળ ખરવા, થાક લાગવા જેવી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે.
અભ્યાસ અનુસાર દર્દીઓને એક સાથે અનેક તકલીફો હોઈ શકે છે. કોરોના જેટલો ગંભીર છે તેટલી આ સમસ્યાઓ થવાની શક્યતાઓ પણ વધુ હોવાનો રિપોર્ટમાં દાવો છે. CDCએ 3,100થી વધારે દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. જેમાં કોરોનાના 75 ટકા દર્દીઓએ 6 મહિનામાં જ કોઈને કોઈ સમસ્યાથી પીડાઈને તબીબનો સંપર્ક કર્યો હોવાનું સામે આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત