Team Chabuk-Entertainment Desk: કોરોના વાયરસની બીજી લહેર ટેલિવૂડ અને બોલિવૂડના અભિનેતા તેમજ અભિનેત્રીઓ માટે પણ ઘાતક બની છે. કોરોના વાયરસે અનેક જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. એવામાં વધુ એક અભિનેત્રી કોરોના સંક્રમિત થઈ છે. મળતી માહિતી મુજબ બિગ બોસ સિઝન 14ની વિજેતા રૂબિના દિલૈક કોરોનાગ્રસ્ત થઈ છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રૂબિના પોતે સેલ્ફ આઈસોલેટ થઈ છે અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા વિનંતી કરી છે.
પોઝિટિવ વિચાર
બિગ બોસ સિઝન 14ની વિજેતા રૂબિના દિલૈકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને પોતે કોરોનાગ્રસ્ત થઈ હોવાની માહિતી આપી છે. તેણે ઈન્ટાગ્રામ પર લખ્યું છે કે, “હું હંમેશા પોઝિટિવિટીને જોઉં છુ. હું એક મહિના પછી પ્લાઝમાં ડોનેટ કરવા માટે સક્ષમ થઈ જઈશ. ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 17 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન. જે છેલ્લા 5થી 7 દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે તે લોકો મહેરબાની કરીને ટેસ્ટ કરાવો.”
ફેન્સે વ્યક્ત કરી ચિંતા
બીજી તરફ સોશિયલ મીડિયા પર રૂબિના પર ફેન્સનો પ્રેમ અને દુવાઓ વરસી રહી છે. કેટલાક ફેન્સ તેની તબિયતને લઈને ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે અને તબિયત સાચવવા તેમજ યોગ્ય સારવાર લેવા સૂચનો આપી રહ્યા છે.
સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
અત્યાર સુધીમાં રૂબિનાની આ પોસ્ટને 1 લાખ 76 હજારથી વધુ લોકો લાઈક કરી ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. રૂબિનાના ફેન્સ તેની આ પોસ્ટ પર Get Well Soon લખી તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સિરિયલમાં કામ કરી ચુકી છે રૂબિના
રૂબિના બિગ બોસ પહેલાં જાણીતી સિરિયલ શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસમાં જોવા મળી હતી. જ્યારે તેનો પહેલો મ્યૂઝિક વીડિયો ‘મરજાનિયા’ રિલીઝ થયો હતો. નેહા કક્કરે ગાયેલા મરજાનિયા સોંગમાં રૂબિના સાથે અભિનવ શુક્લા જોવા મળ્યો હતો. આ ઉપરાંત રૂબિના પારસ છાબરા સાથે પણ એક મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી હતી. જો કે, બિગ બોસ સિઝન 14 જીત્યા બાદ તે વધુ જાણીતી બની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત