Team Chabuk-National Desk: ચાલુ ગીત સંગીત અને પાર્ટીના કાર્યક્રમમાં કોઈ વખત ભાન ભૂલી મહિલાની છેડતીઓ થયાની હરકતો વીડિયોમાં આબાદ ઝડપાઈ જતી હોય છે. જોકે આવી કેટલીય હરકતો સામે આવતી નથી, પરંતુ વલસાડમાં બનેલી એક ચકચારી અડપલાંની ઘટના સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થઈ રહી છે. જેમાં પછીથી અડપલાં કરનારને થપ્પડ અને માફી માગવાનો વારો આવ્યો છે.
થપ્પડ અને માફીનો આ વીડિયો સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સૌ પહેલા તો એક મ્યુઝિકલ પાર્ટીમાં સાથી ગાયિકાની ચાલુ કાર્યક્રમ દરમ્યાન છેડતી કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો. બીજા વીડિયોમાં આ ગાયકની ગાયિકાના પરિવારજનો દ્વારા સરભરા કરવામાં આવી. પુરુષ ગાયક મહિલા ગાયકના પગે પડી ગયો હતો અને માફી માગી હતી. મહિલા ગાયિકાએ પુરુષ ગાયકના કાન નીચે જોરથી થપ્પડ પણ ફટકારી હતી.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં પુરુષ ગાયક મુકેશ પટેલ દર્શકોની સાથે ફુલ જોશમાં હોય છે. એવામાં મહિલા ગાયિકાની તે નજીકમાં આવે છે અને શારીરિક છેડછાડ શરુ કરે છે. અનેક લોકોની હાજરીમાં આવી હરકત કરતા મહિલા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાય છે પણ મુકેશ પટેલની હરકત ચાલુ રહે છે. તે મહિલાના ખભા પર હાથ મુકે છે.
વીડિયો વાઈરલ થતા ગાયિકાના પરિવારજનોએ ગાયક મુકેશ પટેલની સાનભાન ઠેકાણે લાવી હતી. તેમણે મુકેશને મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં છેડતી કરનાર મુકેશ પટેલ બે હાથ જોડી મહિલાના પગે પડી માફી માગી રહ્યો છે અને કહી રહ્યો છે કે, તે આવી હરકત કોઈ દિવસ નહીં કરે. વલસાડમાં આ ઘટના સાથે સંલગ્ન ત્રણ વીડિયો વાઈરલ થયા છે. જોકે હજુ સુધી કોઈ પણ જાતની પોલીસ કાર્યવાહી નથી થઈ.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત