Team Chabuk-Gujarat Desk: બનતું એવું હોય છે કે અકસ્માત સર્જીને કાર ચાલક અથવા તો ટ્રક ચાલક નાસી છૂટતો હોય છે. પણ વલસાડમાં નશામાં ધૂત એવો કાર ચાલક, માતેલા સાંઢની જેમ કાર ચલાવીને મંગળવારની મોડી સાંજે મોપેડ અને રીક્ષાને અડફેટે લીધા હતા. ઉલટા ચોર કોટવાલનો કો દાંટેની કહેવતને સાર્થક કરતો આ ચાલક ઉપરથી સ્થાનિકો પર બગડ્યો હતો. જેથી લોકોએ પીત્તો ગુમાવતા બેફામ કાર ચાલકની સરભરા કરી હતી. બાદમાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવતા કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ નશામાં ધૂત એવા કાર ચાલકે વલસાડના શહીદ ચોક તરફથી જળદેવી માતાના મંદિર તરફ જતા રસ્તે એક રીક્ષાને અડફેટે લીધી હતી. અહીંથી તેણે વિરામ નહોતો લીધો, પરંતુ આગળ જતા ભંડારી સમાજ હોલની પાસે પાર્ક કરેલી મોપેડને પણ આંટીએ લીધી હતી. કાર ચાલકે સર્જાલા અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જનારો ચાલક ભાગી છૂટવાની ફિરાકમાં હતો, પણ એ પહેલા જ તે લોકોના હાથમાં આવી ગયો હતો. લોકોએ પણ પોતાના બાહુબળનો ઉપયોગ કરતા અકસ્માત કર્તાની બરાબરની ધોલાઈ કરી હતી. મારમારીમાં કાર ચાલકને માથાના ભાગે ઈજા થઈ હતી અને લોહીની ટશર ફૂટી નીકળી હતી. ઉહાપોહની ગંભીરતા જોતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત ચાલકની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માત સર્જનાર હિન્દી ભાષામાં વાત કરી રહ્યો હતો. તેની કારના આગળના કાચનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બીજી બાજુ રીક્ષા અને મોપેડના પણ પૂર્જાં ઢીલા થઈ ગયાં હતાં. લોકો તેને પ્રથમ સમજાવવાની કોશિશ કરી રહ્યાં હતાં પણ તે માની નહોતો રહ્યો. ઉપસ્થિત લોકોએ જ આ સમગ્ર કાંડનો વીડિયો ઉતારી લીધો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત