Homeગામનાં ચોરેયુવકે મેકડોનાલ્ડનું બર્ગર ખાધું તો અજીબ સ્વાદ આવ્યો, ખોલીને જોયું તો અંદર...

યુવકે મેકડોનાલ્ડનું બર્ગર ખાધું તો અજીબ સ્વાદ આવ્યો, ખોલીને જોયું તો અંદર મરેલો વીંછી હતો

Team Chabuk-National Desk: જયપુરની મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં બર્ગરની અંદરથી વીંછી નીકળવાની ઘટના સામે આવી છે. અહીં પોતાની મહિલા મિત્રની સાથે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં પહોંચેલા યુવકે બર્ગરને લઈ ખાઈ લીધું તો કંઈક અજીબ સ્વાદ આવ્યો હતો, તેણે બર્ગરને ખોલી જોયું તો અંદર વીંછીનો અડધો કટકો પડ્યો હતો. મતલબ અડધો તેના મોઢામાં હતો. અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને દેખરેખ હેઠળ રાખ્યો હતો. ભોગ બનેલા યુવાને જવાહર સર્કિલ પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાવ્યો છે.

પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, શાંતિ કોલોની, એયરપોર્ટ રોડનો રહેવાસી 22 વર્ષીય તરુણ સૈની પોતાની મહિલા મિત્રની સાથે રાતના 8-30 વાગ્યે રેસ્ટોરન્ટમાં બર્ગર ખાવા ગયો હતો. જ્યાં તેણે બે બર્ગર ખાધા હતા. એક બર્ગર યુવતીને આપ્યું હતું. બીજું તરુણ પોતે ખાવા લાગ્યો હતો. કાગળમાં પેક બર્ગરનો અડધો ભાગ ખાધો, તો મોઢામાં અજીબોગરીબ સ્વાદ આવવા લાગ્યો. તરુણને શંકા ઉપજી હતી.

હાથમાં પકડેલા બર્ગરના અડધા ટૂકડામાંથી કોઈ કાળો ભાગ દેખાતો હતો. તરુણે મોઢામાં રહેલો ભાગ પણ બહાર કાઢ્યો હતો. ત્યારે ખબર પડી કે બર્ગરમાં કાળા રંગનો નાનો વીંછી મરેલો હતો. જેનો અડધો સ્વાદ તરુણના પેટમાં ચાલ્યો ગયો હતો. તરુણે રેસ્ટોરન્ટમાં ઉહાપોહ મચાવી દીધો હતો. બંને મિત્રોએ રેસ્ટોરન્ટના સ્ટાફની સાથે ચર્ચા કરી હતી. યુવકનો આરોપ છે કે ફરિયાદ કરવા પર સ્ટાફે પોતે જ બર્ગરને અલગ કરી નાખ્યું હતું. આ યુવકે રેસ્ટોરન્ટના મેનેજર પર અભદ્ર વ્યવહારનો પણ આરોપ લગાવ્યો છે.

મામલો બિચકતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પણ મેનેજરે યુવકને પોતાના રેસ્ટોરન્ટમાં ઘુસવા નહોતો દીધો. ભારે હંગામો થતા ભીડ થઈ ગઈ અને પછી યુવકની તબિયત ખરાબ થવા લાગી. એને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં આ ઘટના બની તે જયપુરની સૌથી જૂની રેસ્ટોરન્ટ છે. હાલ તો પોલીસે બર્ગરના નમૂનાને ફોરેન્સિકમાં મોકલ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments