Homeગામનાં ચોરેપદ્મ પુરસ્કાર સ્વીકારવાની આ અનોખી પદ્ધતિ જોઈ રાષ્ટ્રપતિ પણ ખુશ થઈ ગયા

પદ્મ પુરસ્કાર સ્વીકારવાની આ અનોખી પદ્ધતિ જોઈ રાષ્ટ્રપતિ પણ ખુશ થઈ ગયા

Team Chabuk-National Desk: પદ્મશ્રી એવોર્ડના એનાયત સમારોહમાં એક વ્યક્તિ અલગ તરી આવી. તેની પુરસ્કાર લેવાની પદ્ધતિની ચારેકોર ચર્ચા થઈ રહી છે. રાષ્ટ્રપતિ પણ તેમની આ પદ્ધતિ જોઈ ખુશખુશાલ થઈ ગયા હતા. તેમનું નામ મંજમ્મા જોગતી છે.

18 એપ્રિલ 1964માં કર્ણાટકના બેલ્લારીમાં જન્મેલી મંજમ્મા જોગતી કન્નડ થિએટરની અભિનેત્રી, ગાયિકા અને નૃત્યાંગના છે. જોગતી એ કર્ણાટકનું લોકપ્રિય નૃત્ય છે. મંજમ્મા જોગતીએ આ નૃત્ય અને જનપદ ગીતો સહિતની કેટલીય કલાઓમાં મહારત પ્રાપ્ત કરી છે. કન્નડમાં તેને દેવી-દેવતાઓની સ્તુતીમાં મંત્રમુગ્ધ કરનારા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નૃત્ય કરવાથી દેવી પ્રસન્ન થાય છે.

મંજમ્મા જોગતી એક ટ્રાન્સ મહિલા છે. પણ બાળપણથી જ તેમની ઓળખ એક મહિલા તરીકે કરવામાં આવતી રહી છે. તેમનો પરિવાર તેમને બાળપણથી જ હુલેગેયમ્મા મંદિર લઈ જતો રહ્યો છે. જ્યાં તેમણે જોગપ્પાના રૂપમાં દીક્ષા લીધી હતી. જોગપ્પા ટ્રાન્સ લોકોનો એક સમુદાય છે. જે ખૂદને દેવી રેણુકા યેલમ્માની સેવા માટે સમર્પિત કરે છે. લોકકથાઓમાં એવું માનવામાં આવે છે કે, જે પણ જોગપ્પા સમુદાય સાથે સંબંધ રાખે છે એ તમામ દેવી સંગ વિવાહીત હોય છે.

મંજમ્મા જોગતીએ પોતાના પૈતૃક ગામમાંથી ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે. કિશોરઅવસ્થા આવતા આવતા પરિવારે તેમનો બહિષ્કાર કરી દીધો હતો. ટ્રાન્સઝેન્ડર તરીકે તેમનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. એ ખૂદ કહે છે કે, ટ્રાન્સઝેન્ડર તરીકે તેમને પોતાની ઓળખ બનાવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પણ મંજમ્માએ હાર નહોતી માની અને આર્થિક પરિસ્થિતિનો સામનો કરતા પોતાની ઓળખની સાથે આગળ વધતી ગઈ. તે અત્યાર સુધીમાં કેટલાય કાર્યક્રમમાં નૃત્ય પ્રદર્શન કરી ચૂકી છે. 2010માં તેમને કર્ણાટકના પ્રતિષ્ઠિત રાજ્યોત્સવ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

વર્ષ 2019માં મંજમ્મા જોગતી કર્ણાટક જનપદ અકાદમીની પ્રથમ ટ્રાન્સઝેન્ડર અધ્યક્ષ બની. 72માં ગણતંત્ર દિવસના અવસર પર ભારત સરકારે નૃત્ય કલાના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા બદલ તેમને પદ્મ પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments