Team Chabuk-Gujarat Desk: પીઓકેમાં બેસીને આતંકી ગતિવિધિઓનું સંચાલન કરી રહેલા આતંકના આકાઓ ભારતમાં સ્વતંત્રતા દિવસ પર મોટા હુમલાની ફિરાકમાં છે. હુમલા માટે ભારતમાં ઘુસણખોરી કરવા આઠ નવા રસ્તાઓ પણ શોધવામાં આવ્યા છે, જ્યાંથી આતંકીઓ ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારતની ગુપ્તચર એજન્સીઓને આ વાતની ખબર મળી છે. એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે પીઓકેમાં એલઓસીની પાસે આતંકીઓએ 25 લોન્ચ પેડ પુન: સક્રિય કરી દીધા છે.
લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ બદર જેવા સંગઠનો એકઠા થઈને હુમલો કરવાની ફિરાકમાં છે. જાણકારી પ્રમાણે આઠ નવા રૂટમાં પીઓકેના નલીથી લઈને કાલાકોટના ડંડેસર જંગલ, કોટા કટેરા પીઓકેથી રાજૌરીના કાલાકોટ વાયા બરાલ ગલી, બાગલા, પીઓકેના નકાલીથી રાજોરીના કાંગા ગલી, મંજોટ, પીઓકેનું ગામ બંટાલથી કસ નાલા વાયા કશ્મીર, પીઓકેથી ગોલના પૂંછથી સૂરનકોટ વાયા સોના ગલી, નંદેરી પીઓકેના તરકુંડી રાજોરીથી કંડી, બુદ્ધલ, પીઓકેના ડબસાઈથી પૂંછના સુરનકોટ વાયા જીકા ગલી, હરની જંગલ અને પીઓકેના કુકરેટાથી ઉડીના મોહરા સુધી એક નવા રૂટથી આતંકી ઘુસણખોરી કરી શકે છે.
થોડા સમય પહેલા ઘુસણખોરોએ હુમલાની યોજના ઘડવા માટે પીઓકેમાં એક મીટીંગ પણ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉપરોક્ત જણાવેલ ક્ષેત્રમાં હજુ પણ 146 જેટલા આતંકીઓ સક્રિય છે. જૂનથી લઈને અત્યાર સુધીમાં આ આતંકી એલઓસી પાસે પહોંચી ચૂક્યા છે. આતંકીઓ આ નવા રૂટથી ઘુસણખોરી કરી શકે છે.
ભારતીય ગુપ્ચર એજન્સીઓ પાસેથી તેની જાણકારી મળ્યા બાદ એલઓસી પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. આ ષડયંત્રની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો હાથ હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન પણ મળી આવ્યા હોવાની ઘટના બની છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત