Team Chabuk-Gujarat Desk: સંઘ પ્રદેશ નજીક આવેલો વલસાડ જિલ્લો દારૂના વેચાણ માટે હોટ ફેવરિટ છે. અવાર નવાર વલસાડ જિલ્લામાંથી દારૂની ખેપ મારતા બુટલેગરો ઝડપાય છે. ત્યારે હવે વલસાડ જિલ્લાનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર (most wanted butlegar) પોલીસના હાથે ઝડપાયો છે. વાપી પોલીસે ભીલાડના એક ફાર્મ હાઉસમાંથી વલસાડ જિલ્લાના મોટા ગણાતા બુટલેગર એવા રમેશ માઈકલને ઝડપી લીધો છે. દારૂની હેરાફેરાની ચારથી વધુ કેસમાં રમેશ માઈકલ (ramesh michael) વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસ લાંબા સમયથી રમેશ માઈકલને શોધવામાં લાગી હતી. જે આખરે ઝડપાઈ જતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
વલસાડ જિલ્લાના વાપી ટાઉન પોલીસ સ્ટેશને એક દારૂના કેસમાં રમેશ માઈકલનું નામ ખુલ્યું હતું. જેથી વલસાડ પોલીસે દમણ ભીમપોર ખાતે આવેલા રમેશ માઈકલના ગોડાઉનમાં તપાસ કરી હતી જેમાંથી વલસાડ પોલીસને લાખો રૂપિયાનો દારૂ હાથ લાગ્યો હતો. અહીંથી 20 લાખથી વધુનો દારૂનો જથ્થો મળી આવતા જથ્થા સાથે ગોડાઉન સિઝ કરાયું હતું. ત્યારબાદ રમેશ માઈકલની શોધખોળ હાથ ધરી હતી. પોલીસને બાતમી મળી હતી કે રમેશ માઈકલ ભીલાડ સ્થિત એક ફાર્મ હાઉસમાં છે. તેથી વાપી ટાઉન પોલીસ અને વાપી ડીવાયએસપીની ટીમે બાતમીના આધારે ભીલાડમાં આવેલા ફાર્મ હાઉસમાંથી રમેશ માઈકલને દબોચી લીધો હતો. આ મામલાની વધુ તપાસ વલસાડ એલસીબીને સોંપવામાં આવી છે.
વલસાડ જિલ્લા પોલીસે દમણથી વલસાડ જિલ્લામાં પ્રવેશતા તમામ રોડ પર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એક પિયાગો રિક્ષામાં બરફ લઈ જવાતો હતો અને રિક્ષામાં બનાવેલા ચોર ખાનામાંથી 25 હજારનો દારૂનો જથ્થો મળ્યો હતો. આ અંગે રિક્ષા ચાલકની પુછપરછ કરતાં તેણે પિયુષ નામના શખ્સ પાસેથી દારૂ લીધો હોવાની હકીકત જણાવી હતી. જેથી પોલીસે પિયુષને સાથે રાખી દારૂનો જથ્થો ભરાવી આપનારની તપાસ કરતાં દમણના લિસ્ટેડ બુટલેગર રમેશ માઈકલનું નામ ખુલ્યું હતું.
ત્યારબાદ વલસાડની વાપી ટાઉન પોલીસે આરોપી પિયુષને સાથે રાખીને દમણના ભીમાપોર સ્થિત રમેશ માઈકલના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં ગોડાઉનમાંથી 686 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા જેટલી થવા પામે છે. આ જથ્થો એક્સાઈઝની ટીમની મદદથી જપ્ત કરી ગોડાઉન સિઝ કરીને રમેશ માઈકલને વોન્ટેડ જાહેર કરાયો હતો.
આ પહેલાં પણ ઈડીની રેડ રમેશ માઈકલ પર પડી હતી. જેમાં 2.4 કરોડના દારૂ અને લક્ઝુરિયસ કારના કાફલા માટે રેડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં રમેશ માઈકલ સામે 4 થી વધુ ગુનામાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી ચુક્યો છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના કેસોમાં માઈકલનું નામ પોલીસ ચોપડે ચડી ચૂક્યું છે. આખરે વાપી પોલીસે રમેશ માઈકલ સામે કડક કાર્યવાહી હાથ ધરતાં દમણના લિસ્ટેડ તેમજ નાના-મોટા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત