Homeગુર્જર નગરીVande Bharat Accident: અમદાવાદમાં ભેંસ વચ્ચે આવી જતા વંદે ભારત ટ્રેનને નડ્યો...

Vande Bharat Accident: અમદાવાદમાં ભેંસ વચ્ચે આવી જતા વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગર-મુંબઈ વચ્ચે હાલમાં જ શરુ થયેલી ટ્રેન વંદે ભારતને અકસ્માત નડ્યો છે. સવારે 11 વાગ્યે મણિનગર સ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક પર ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

આ અકસ્માતના પગલે ટ્રેનનો આગળનો કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે. જોકે ટ્રેનની સિસ્ટમને કોઈ નુકસાન થયું ન હતું. માત્ર કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થતા ટ્રેનની સર્વિસ બંધ કરવામાં આવી નથી. થોડી જ ક્ષણોમાં ટ્રેન ફરી દોડતી થઈ હતી. ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર જ આ ટ્રેનને લીલી ઝંડી આપીને વડાપ્રધાન મોદીએ અમદાવાદ સુધી સવારી કરી હતી.

વંદે ભારત સેમી હાઇ સ્પીડ પ્રીમિયમ ટ્રેનને આજે અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના એન્જિનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. એક તરફનો સમગ્ર હિસ્સો ભાગી હતો. જોકે એન્જિનના આગળના હિસ્સાને રિપેર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ટ્રેનને આગળ રવાના કરાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવાય છે. લીલીઝંડી બતાવ્યા બાદ તેમણે ગાંધીનગરથી કાલુપુર સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments