Homeસિનેમાવાદદિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન

દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન

Team Chabuk-Entertainment Desk: અભિનેતા અરુણ બાલીનું શુક્રવારે 7 ઓક્ટોબરના રોજ સવારે 4:30 વાગ્યે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. ઘણા ટીવી શો અને ફિલ્મોમાં શાનદાર એક્ટિંગથી લોકોનાં દિલમાં જગ્યા બનાવી હતી.

પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ ન્યુરોમસ્ક્યુલર રોગથી પીડાતા હતા. આ એક ઓટોઈમ્યુન રોગ છે, જેમાં જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ વચ્ચે અવરોધ ઊભો થાય છે. આ કારણે તેમને બોલવામાં તકલીફ પડતી હતી. જોકે હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેમનું મોત કયા કારણસર થયું હતું. અરુણ બાલીએ 40થી વધુ ફિલ્મો અને 25થી વધુ ટીવી શોમાં કામ કર્યું હતું.

અરુણ બાલી બીમાર થતાં પહેલાં ફિલ્મો અને શોમાં એક્ટિવ હતા. જાણીને આંચકો લાગશે કે અરુણ બાલીની ફિલ્મ ‘ ગુડ બાય’ 7 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં અરુણ બાલી નીના ગુપ્તાના પિતાના રોલમાં હતા, દુઃખદ વાત એ છે કે ફિલ્મ રિલીઝના દિવસે જ અરુણ બાલીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

advertisement-1

અરુણ બાલીનો જન્મ 1942માં લાહોરમાં થયો હતો. તેમણે 90ના દાયકામાં કરિયરની શરૂઆત કરી હતી. ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘ખલનાયક’, ‘ફૂલ ઔર અંગારે’, ‘આ ગલે લગ જા’, ‘પોલીસવાલા ગુંડા’, ‘સબસે બડા ખિલાડી’, ‘સત્યા’, ‘હે રામ’, ‘ઓમ જય’ જગદીશ’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘બર્ફી’, ‘એરલિફ્ટ’, ‘રેડી’, ‘બાગી 2’ અને ‘પાની’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું.

અરુણ બાલીએ ટીવીમાં પોતાના અલગ અલગ પાત્રોથી ઘણું નામ કમાવ્યું હતું. તેમણે ‘નીમ કા પીડ’, ‘દસ્તુર’, ‘ચાણક્ય’, ‘દેખ ભાઈ દેખ’, ‘ધ ગ્રેટ મરાઠા’, ‘શક્તિમાન’, ‘સ્વાભિમાન’, ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’, ‘કુમકુમ-એક પ્યારા સા બંધન’, ‘વો રહને વાલી મહાલોં કી’ અને ‘દેવો કે દેવ મહાદેવ’ સહિત અનેક લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments