Team Chabuk-Gujarat Desk: ગુજરાત કોંગ્રેસની ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં આવ્યા પછી માઠી બેઠી છે. ગુજરાત કોંગ્રેસ પેટા ચૂંટણીમાં આઠે આઠ સીટો હારી ગઈ અને બાદમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગર પંચાયતોમાં મોઢું દેખાડવા જેવું રહ્યું નહીં. ઉપરથી જે સીટો પર જીતે એમ હતું એ આમ આદમી પાર્ટી લઈ ગઈ. પણ હવે ગુજરાતના વાંકાનેરમાં સોશિયલ મીડિયા પર જે વાત ચર્ચાય રહી છે એ કરીએ. આ વાત જાણ્યા પછી તો હસી હસીને લોટપોટ થઈ જશો.
ગુજરાતનાં વાકાનેરમાં તાલુકા પંચાયતની ચૂંટણી હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપ જેવી પાર્ટીઓ આમને સામને હતી. જે જીતે તે રાજ કરે પણ આ સિવાય કોંગ્રેસના એક નેતા વટે ચડ્યા હતા. વટે ચડ્યા જેવું નહીં પણ થોડો અતિ-આત્મવિશ્વાસ હતો.
તાલુકા પંચાયતમાં ભાજપને 6 બેઠકે ય ન મળે આવું કોંગ્રેસના આ અગ્રણી નેતાએ કહ્યું હતું. આ વાતને ભાજપના નેતાએ એમ કહી વખોડી કાઢી કે, છની વાત ક્યાં કરો છો નવ આવશે.
આ વાત ઉપર જ વટે ચડતાં કોંગ્રેસ અગ્રણીએ કહ્યું હતું કે, જો તમારો પક્ષ એટલે કે ભાજપ જેને અહીં છ બેઠક મળે તો હું તમને મારી ગાડી આપી દઉં. તો ભાજપના અગ્રણીએ કહ્યું કે, હું શરત હારું તો મારી ગાડી આપી દઊં. બાકી આવે તો નવ જ.
હવે આપને ખ્યાલ જ છે કે ગુજરાતમાં કમળ નામનું બુલડોઝર પંજા પર સરખી રીતનું ફરી ગયું. એમાં કોંગ્રેસના આ નેતા પણ શરત હારી ગયા. થયું એવું કે વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપને 24માંથી 13 બેઠકો હાથ લાગી ગઈ.
આ વાત સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ એટલે કોંગ્રેસના આ અગ્રણી નેતાનું તો નાક કપાય એવી સ્થિતિ થઈ ગઈ. મીડિયાનાં મિત્રો સહિત જે કોઈ પણ તેમને સત્ય હકીકત વિશે પૂછે ત્યારે તેઓ નનૈયો ભણે. સામેની બાજુ શરત જીતનારા ભાજપના અગ્રણીને પૂછવામાં આવે તો એ એમ કહે કે આ વાત તો સો આનાં સાચી છે. હવે કોનું માનવું ? જો આ વાત સાચી છે અને કોંગ્રેસના મિત્ર હારી જ ગયા છે તો આ અગ્રણીએ શહેરમાં ભાજપ તરફથી આવેલા પરિણામ પરથી કંઈક વિચારવા જેવું હતું. આને જ કહેવાય ખરી ચિંતન બેઠક.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત