Homeગામનાં ચોરેઅધધધ : હરરાજીમાં દારૂની દુકાન મેળવવા બે મહિલાએ 72લાખથી શરૂ કરેલી બોલી...

અધધધ : હરરાજીમાં દારૂની દુકાન મેળવવા બે મહિલાએ 72લાખથી શરૂ કરેલી બોલી 510 કરોડ સુધી પહોંચી ગઈ

Team Chabuk-National Desk: રાજસ્થાનમાં બે મહિલાઓએ પોતાનું કદ ઊંચુ દેખાડવા માટે એવું કર્યું કે દેશભરમાં લોકપ્રિય થઈ ગઈ છે. એક જ પરિવારની બે મહિલાઓ દારૂની દુકાન માટે બોલી લગાવી રહી હતી. બંને પોત પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે બોલી ઊંચી લગાવતી ગઈ. છેલ્લે બોલી 510 કરોડ સુધી પહોંચી. જેટલી કોઈ ક્રિકેટ ટીમની બેઝ પ્રાઈઝ હોય!! આ રકમ સામે આવ્યા પછી અધિકારીઓના ચહેરાનાં પણ રંગ ઊડી ગયા.

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના કુઈયા ગામમાં દારૂની દુકાન માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલી રહી હતી. ગત્ત વર્ષે આ દુકાન 65 લાખ રૂપિયામાં વેચાઈ હતી અને આ વખતે અધિકારીઓ દ્વારા 72 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ નક્કી કરવામાં આવી હતી. એટલે કે બોલીની શરૂઆત 72 લાખ રૂપિયાથી થવાની હતી. શુક્રવાર સવારે અગિયાર વાગ્યાના રોજ શરૂ થયેલી બોલીની પ્રક્રિયા રાતના બે વાગ્યા સુધી ચાલી. એટલે કે બીજા દિવસ સુધી ચાલી. શનિવાર થઈ ગયો. જોકે અધિકારીઓ તેને વચ્ચે નહોતા રોકી શકતા. છેલ્લે બોલી લગાવવાની આ વણથંભી વણઝાર આખરે 510 કરોડ સુધી પહોંચી ત્યારે અટકી. જ્યારે છેલ્લો આંકડો 510 કરોડનો આવ્યો તો આજુબાજુ ઊભેલા સૌનાં ચહેરાનાં રંગ ઊડી ગયા.

510 કરોડની બોલી લગાવનારી આ મહિલાનું નામ કિરણ કંવર છે અને તે વિજેતા જાહેર થઈ છે. હવે અધિકારીઓએ કિરણને ત્રણ દિવસની અંદર અંદર 2 ટકા એટલે કે કુલ 10 કરોડ રૂપિયા જમા કરવાનું કહ્યું છે. અધિકારી વિભાગના જણાવ્યા અનુસાર 708 ગણી વધારે લગાવેલી આ બોલી અત્યાર સુધીની સૌથી મોટી બોલી છે.

એક રીતે તો કોઈને આવું નહોતું લાગી રહ્યું કે જીતનારો આટલી મોટી બોલી લગાવ્યા પછી એ રૂપિયાની ભરપાઈ કરી શકશે. પણ જો આવું થાય છે કે 510 કરોડ રૂપિયાની ભરપાઈ થઈ ગઈ તો રાજસ્થાનની આ સૌથી મોંઘી દારૂની દુકાન હશે. જો વિજેતા આટલી મોટી રકમ ન ભરી શકે તો હરરાજી રદ કરી દેવામાં આવશે અને કંપનીને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે. અત્યારે તો કિરણ કંવરના નામે ઓલટમેન્ટ લેટર જાહેર કરી દેવામાં આવ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ એક જ પરિવારની બે મહિલાઓ છે. જે અલગ અલગ ફર્મથી છે. આ હરરાજીમાં બોલી લગાવી રહી હતી અને અંગત સંઘર્ષનાં કારણે ગમે તે ભોગે જીત મેળવવા ઈચ્છતી હતી. પારિવારિક ઘર્ષણનાં કારણે બોલીની રકમ 72 લાખથી શરૂ થઈ અને 510 સુધી પહોંચી ગઈ. હવે કિરણને ત્રણ દિવસની અંદર અંદર 2 ટકા ધનરાશિ જમા કરવાની છે. જો જમા નથી કરાવી શકતા તો બોલી માટે જમા કરાવેલી રકમ પણ હાથમાં જશે.

વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન હરરાજીની સિસ્ટમને પૂર્ણ કરી દેવામાં આવી હતી અને લોટરી સિસ્ટમથી કામ કરવામાં આવતું હતું. પણ હવે કોંગ્રેસની ગહેલોત સરકાર આવતા ફરી વખત હરરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે કેટલાય લોકો લોટરી સિસ્ટમને જ યથાયોગ્ય વિકલ્પ આજે પણ માની રહ્યા છે. એક રિપોર્ટ મુજબ 5 માર્ચનાં રોજ 1140 દુકાનોની હરરાજી થઈ જેમાં 1721 કરોડની બોલી લાગી. હજુ આ હરરાજીના બે ચરણ બાકી છે જે 9 અને 10 માર્ચનાં રોજ થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments