Homeગુર્જર નગરીજૂનાગઢઃ આર્મી જવાનને માર મારવાના આરોપમાં વંથલીના PSI સહિત વધુ બે સસ્પેન્ડ,...

જૂનાગઢઃ આર્મી જવાનને માર મારવાના આરોપમાં વંથલીના PSI સહિત વધુ બે સસ્પેન્ડ, અત્યાર સુધીમાં કુલ 4 પોલીસકર્મી સસ્પેન્ડ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના આર્મી જવાનને માર મારવા મુદ્દે જૂનાગઢ પોલીસ વડા રવિ તેજાએ આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. જિલ્લા પોલીસવડા રવિ તેજાએ આર્મી જવાનને માર મારવા મુદ્દે વંથલીના PSI એસ.એન.ક્ષત્રિય અને એક પોલીસ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધા છે. આ અગાઉ પણ બે પોલીસકર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં એક PSI સહિત ક ચાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આર્મી જવાનને માર મારવામાં આવતા માજી સૈનિકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.

જૂનાગઢ જીલ્‍લાના માણાવદર તાલુકાના પાદરડી ગામે થોડા દિવસ પહેલાં પોલીસ સ્ટાફ પર હુમલો કરવાના આરોપમાં આર્મીના એક જવાનને ઢોર માર મરાયો હતો. આર્મી જવાનને માર મારતો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. વીડિયોમાં કેટલાક પોલીસકર્મીને આર્મી જવાન પર હુમલો કરતાં સ્પષ્ટ જોઈ શકાતા હતા. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો અને આર્મી જવાનના સમર્થનમાં અનેક જિલ્લામાં આંદોલન અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનએ આર્મી જવાનને માર મારનાર તમામ પોલીસ કર્મીઓને ડીસમીસ કરવાની માંગણી કરી હતી.

શું હતો મામલો ?

માણાવદર તાલુકાના પાદરડી ગામમાં 29 ઓગસ્ટએ પ્રેમ લગ્ન મામલે સુલેહ શાંતી ભંગ થાય તેવો માહોલ ઉભો થયો હોવાની જાણ થતા બાંટવા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જયાં 20થી 25 લોકોના ટોળાએ પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો. અહીં પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો. ત્યારબાદ પાદરડી પોલીસને અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા. આ દરમિયાન પોલીસે કુલ 6 આરોપીને ઝડપ્યા હતા જેમાં એક આર્મીમાં ફરજ બજાવતો કાનાભાઈ ગોવિંદભાઈ કેશવાલા નામનો જવાન પણ હતો. આર્મી જવાનની માતાએ આરોપ લગાવ્યો હતો કે, તેમનો પુત્ર આ ઘટનામાં સામેલ ન હોવા છતાં તેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો.

ઊનામાં પણ કોળી સમાજના આગેવાનોએ આપ્યું હતું આવેદન

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ઉપરાંત ગીર સોમનાથના ઊનાના કોળી આગેવાનોએ પણ આવેદનપત્ર આપીને આરોપી પોલીસકર્મીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી. ઊનાના કોળી આગેવાન રસિક ચાવડા, અલ્પેશ બાંભણિયા, ચંદુ બાંભણિયા તેમજ આર્મીની તૈયારી કરતાં યુવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments