Homeદે ઘુમા કેપાંચમી ટેસ્ટમેચ રદ, ઈંગ્લેન્ડની ટીમનું નિવેદન સામે આવ્યું

પાંચમી ટેસ્ટમેચ રદ, ઈંગ્લેન્ડની ટીમનું નિવેદન સામે આવ્યું

Team Chabauk-Sports Desk: માન્ચેસ્ટરની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં ફેલાયેલા કોરોના સંક્રમણને કારણે ટેસ્ટ મેચ રદ કરી દેવામાં આવી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આ સંલગ્ન એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘‘પોતાના કેમ્પમાં કોવિડના કેસ અને વધવાના ભયને કારણે દુર્ભાગ્યપૂર્ણ રીતે ભારત પોતાની ટીમ ઉતારવા અસમર્થ છે. અમે આ સમાચાર માટે અમારા ફેન્સ અને પાર્ટનર્સની માફી માગીએ છીએ. અમને ખબર છે કે આ કેટલાય લોકોને નિરાશ કરવાની સાથોસાથે દુ:ખ પણ આપશે.’’

આ નિવેદન ECB અને BCCI વચ્ચે ચાલેલી લાંબી ચર્ચા બાદ સામે આવ્યું છે. આ પહેલા બુધવાર, 8 સપ્ટેમ્બરના રોજ ભારતીય ટીમના ફિઝીયો યોગેશ પરમાર કોવિડ પોઝિટિવ આવ્યા હતા. ક્રિકઈન્ફો વેબસાઈટનું એ પણ માનવું છે કે ભારતના એક કે એક કરતા વધારે ખેલાડીઓ આ મેચમાં રમવા નથી માગતા. આ અંગે તેમણે બે દિવસ મેનેજમેન્ટની સાથે ચર્ચા પણ કરી હતી.

ક્રિકબઝનું એ પણ કહેવું છે કે, પ્લેયર્સે આ મેચમાં ન રમવા માટે બીસીસીઆઈને પત્ર પણ લખ્યો હતો. જોકે આ પત્રમાં શું લખેલું હતું તે હજુ સુધી સામે નથી આવ્યું. આ પહેલા ગુરૂવાર, 9 સપ્ટેમ્બરના રોજ થયેલા RT-PCR ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમ નેગેટિવ આવી હતી. જોકે ગુરૂવારના રોજ થયેલા બીજા રાઉન્ડના ટેસ્ટિંગ હજુ સામે આવ્યા નથી.

ક્રિકબઝનું માનવું છે કે ખેલાડીઓનું નેગેટિવ આવ્યા બાદ માન્ચેસ્ટર અને અમદાવાદમાં આવેલ બીસીસીઆઈ સેક્રેટરીના ઘરે ગુરૂવારના 9 સપ્ટેમ્બરના રોજ ફોન પર લાંબી ચર્ચા થઈ હતી. જેમાં હેલ્થ ઈશ્યુની સાથે સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ સંલગ્ન ચર્ચા પણ થઈ હતી. આઈપીએલ 2021નાં બાકીના મેચ શરૂ થવાને હવે દસ દિવસની વાર છે અને બીસીસીઆઈ તેને લઈ કોઈ જોખમ લેવા માગતી નથી.

આ પહેલા ECB તરફથી ખબર આવી હતી કે ભારત મેચ રમવામાંથી પાછળ હટી ગયું છે. દાવો હતો કે તેમણે આ મેચ રમવાથી નનૈયો ભણી દીધો છે અને ઈંગ્લેન્ડને વિજયી માની લીધી હતી. જોકે થોડા સમયમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. ઈસીબી અને બીસીસીઆઈ દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે એવું કંઈ છે નહીં. મેચ ફરી રમાઈ શકે છે. બીસીસીઆઈએ રમ્યા વગર ઈંગ્લેન્ડને નથી જીતાવ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments