Team Chabuk-National Desk: ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ મચાવેલી ભયાવહ તબાહી અને તેના દૃશ્યો જોયા પછી આવું પહેલા ક્યારે નથી જોયું તેવી ટીપ્પણીઓ વહેતી થઈ હતી. હવે બંગાળ અને ઓડિસામાં આવેલા યાસના વાવાઝોડાએ તાઉતેને ટક્કર આપે તે રીતે પગરણ માંડ્યા છે.
બંગાળની ખાડીમાંથી ઊભું થનારું યાસ વાવાઝોડું ઓડિશા સુધી પહોંચી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, ઝારખંડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 26 અને 27 મે એટલે કે આજના દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
ગઈકાલે હવાની ગતિ 130થી 140 પ્રતિ કલાકની હતી અને તોફાન ઓડિશાના તટને પાર કરી રહ્યું હતું. બધા પૂછી રહ્યા છે કે યાસનો અર્થ શું થાય ? યાસ એ પર્શિયન ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થાય છે જસ્મીનનું ફુલ. પણ જસ્મીનનું ફુલ સુગંધિત હોય છે. નમણું હોય છે. જ્યારે આ વાવાઝોડાને એ નામની પ્રકૃતિ સાથે દૂર દૂર સુધી કાંઈ લેવાદેવા નથી, કારણ કે યાસે ટ્રેનના પૈડાને બાંધીને રાખવા પડે એવી કપરી સ્થિતિ ઊભી કરી દીધી છે.
આ તોફાનની ગંભીરતાનો અંદાજો એ વાતથી જ લગાવવામાં આવે છે કે રેલવે વિભાગે ન માત્ર તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં ટ્રેનોના પરિવહન પર રોક લગાવી છે પણ કેટલીક ટ્રેનોનાં પૈડા બાંધવાની પણ અણધારી નોબત આવી ગઈ છે. હજ્જારો ટન વજન ધરાવતી રેલવેને આમ તો ઉની આંચ ન આવે પણ તેના પણ પૈડા બાંધવાની સ્થિતિ ઊભી થઈ છે. વાવાઝોડામાં ટ્રેનના જ પૈડા બાંધવા પડે તેવું પ્રથમ વખત બન્યું છે. તેનાથી જ અંદાજો લગાવવામાં આવે છે કે સાઈક્લોન યાસ કેટલું ખતરનાક છે.
West Bengal: Trains tied with chains in East Midnapore to avoid accidents ahead of #CycloneYaas pic.twitter.com/d2gvsZswHo
— ANI (@ANI) May 25, 2021
IMDની રિપોર્ટના આધારે તોફાન ઓડિશાના રસ્તે અંદર પ્રવેશ કરશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળને સૌથી વધારે અસર કરશે. આ બંને રાજ્યો સિવાય ઝારખંડ, આંધ્ર પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, છત્તીસગઢ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ તોફાન પોતાનો કેર વર્તાવશે. તોફાનના કારણે રાજસ્થાનથી દિલ્હી સુધી વરસાદ થઈ શકે છે. ઝડપથી હવાઓ ચાલી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત