Homeગુર્જર નગરીરિવરફ્રન્ટ ફેઝ-2 સહિત અમદાવાદ મનપાના 585 કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ અને...

રિવરફ્રન્ટ ફેઝ-2 સહિત અમદાવાદ મનપાના 585 કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઝ-2ના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઝ-2નો ડફનાળાથી ઇન્દિરાબ્રિજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બન્ને તરફ મળીને કુલ ૧૧ કિ.મી.માં રૂ. ૮પ૦ કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ પામવાનો છે. મુખ્યમંત્રીએ આ બીજા ફેઇઝના પ્રથમ તબક્કામાં ડફનાળાથી સદર બજાર સુધીના રૂ. ૯પ કરોડના કામોનું ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું. તેમણે આ સાથે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ રૂ. પ૮૫ કરોડના વિવિધ રપ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

તદ્અનુસાર, રૂ. ૨૪૮ કરોડના ખર્ચે બ્રિજ, ઈલેક્ટ્રીક બસ, વોટર પ્રોજેક્ટ, ગાર્ડન પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર, સબ-ઝોનલ ઓફિસ, આંગણવાડીનું નવીનીકરણના કામોનું ઈ-લોકાર્પણ તેમજ રૂ. ૩૩૭ કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજ પ્રોજેક્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-2, સ્પોર્ટસ સંકુલ અને વ્યાયામ શાળાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાને કોરોના કાળમાં પણ આ વિકાસ કામોની તેજ રફતાર જાળવી રાખવા માટે અભિનંદન આપતાં કહ્યું કે, અમદાવાદ મહાપાલિકા દેશની શ્રેષ્ઠ નગરપાલિકાઓમાં સ્થાન ધરાવતી મહાનગરપાલિકા છે. મહાનગરની શ્રેષ્ઠતાને છાજે તેવા વિકાસ કામો એક પછી એક હાથ ધરીને અમદાવાદના નગરજનો માટે હેપીનેસ ઇન્ડેક્ષ અને ઇઝ ઓફ લીવીંગમાં વધારો કરી અમદાવાદને લીવેબલ નગર મહાપાલિકાએ બનાવ્યું છે એમ તેમણે મહાપાલિકાની નવનિયુકત ટીમને અભિનંદન આપતા જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ દેશ અને દુનિયાના લોકો માટે જોવાલાયક સ્થળ બન્યો છે ત્યારે હવે તેનો બીજો તબક્કો પણ એટલો જ ઉત્કૃષ્ટ, પર્યાવરણપ્રિય બનશે. તેમણે ઉમેર્યુ કે, આ પ્રોજેકટની વિશેષતા એ છે કે સમગ્ર અમદાવાદ શહેરની મધ્યમાંથી ૩પ કિ.મી. લાંબો આ રિવરફ્રન્ટ નગરની શોભા બન્યો છે.

વિજય રૂપાણીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના આ ફેઝ-2ના પ્રથમ તબક્કા માટે ૧ લાખ ૩૦ હજાર ચોરસ મીટર જમીન અમદાવાદમાં આર્મી-ડિફેન્સ કોન્ટનમેન્ટ બોર્ડે આપી છે તે માટે ભારત સરકાર, રક્ષામંત્રાલય, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને અમદાવાદના આર્મી કેન્ટોમેન્ટ બોર્ડનો આભાર વ્યકત કર્યો હતો.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 ના પ્રથમ તબક્કાના કામોની વિશેષતા એ છે કે, આ ફેઈઝ-2 ગ્રીન પ્રોજેકટ બનશે એટલે કે તેમાં હાલના સાબરમતી રિવરફ્રન્ટ કરતા વધુ હરિયાળી હશે. એટલું જ નહીં, નાગરિકો-લોકોને રોડ પરથી જ નદી અને ગ્રીનરી દેખાઈ શકે તે રીતનું બાંધકામ થશે.

રિવરફ્રન્ટ ફેઈઝ-2 માટે નદીમાં પાણી ભરેલું રહે તે ખુબ જ આવશ્યક હોઈ બેરેજ કમ બ્રિજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમિયાન ૧૦ થી ૧પ દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ આ બેરેજમાં કરી શકાશે.

એટલું જ નહીં, બેરેજ કમ બ્રિજ બનવાના કારણે શહેરના સાબરમતી, ચાંદખેડા, મોટેરા જેવા વિસ્તારોને હાંસોલ વિસ્તાર તથા એરપોર્ટ સાથે સીધી કનેકટીવીટી મળશે જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે. 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન ગુજરાતને ઉત્તમ બનાવ્યું છે, આપણે સૌ સાથે મળીને રાજ્યને સર્વોત્તમ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે, રાજ્યના વિકાસમાં શહેરી અને ગ્રામીણ બંન્ને વિસ્તારનું ૫૦-૫૦ ટકા એટલે કે એકસરખું જ યોગદાન હોય છે, ગુજરાતમાં ૫૦ ટકા નાગરિકો શહેરોમાં ૫૦ ટકા નાગિરકો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. જેથી રાજ્ય સરકાર સંતુલિત વિકાસને મહત્વ આપી રહી છે. શહેરો અદ્યત્તન બને અને ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

જ્યાં ‘માનવી ત્યાં સુવિધા’, ‘વિવાદ નહિ સંવાદ’, ‘લઘુત્તમ સાધનોનો મહત્તમ ઉપયોગ’ના સૂત્ર સાથે સરકાર કામ કરી રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ વિકાસની ગતિ રૂકવા કે ઝૂકવા નથી દીધી અને રૂ. ર૭ હજાર કરોડના વિકાસકામો સરકારે કોરોના કાળમાં કર્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશને કોરોનાકાળમાં પણ સરાહનીય કામગીરી કરી છે, કોરોનાના દર્દીઓની સાર-સંભાળ કરીને એસ.વી.પી હોસ્પિટલએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સંજીવની રથ, ધન્વંતરી રથ, કોરોના વેક્સિનેસનની સુવ્યવસ્થિત આયોજનથી કોરોના સંક્રમણને ઝડપથી કાબુ લેવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ સહયોગ આપ્યો છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં પ્રતિદિન સવા લાખ યુવાનોને નિઃશુલ્કમાં વેક્સિન આપી રહ્યા છીએ. આઠ દિવસમાં ૧૦ લાખ યુવાનોને વેક્સિન આપીને ઝડપથી ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યના ૫૦ ટકા લોકોને વેક્સિન લઈ લેશે ત્યારે કોરોનોને ઝડપથી હરાવી શકીશું. આપણે કોરોનાની બીજી લહેરને ઝડપી મ્હાત આપી દીધી. ત્રીજી લહેર માટેની પૂર્વ તૈયારીઓ રાજ્ય સરકારે આરંભી દીધી છે. સમગ્ર ભારતમાં ગુજરાત સૌપ્રથમ કોરોનામુક્ત બને તે દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments