Team Chabuk-National Desk: કર્ણાટકના બેંગ્લોરથી એક ભયાનક સમાચારે દેશને હલબલાવીને રાખી દીધો છે. અહીં એક જ મકાનમાંથી પાંચ લોકોની લાશ મળવાના કારણે સનસની ફેલાઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે લાશો કેટલાય દિવસથી સડી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં એક નવ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય દોઢ મહિનાની બાળકી ઘરમાંથી જીવિત મળી આવી છે. જોકે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. માનવામાં આવી રહ્યું છે કે બાળકી ચારથી પાંચ દિવસથી ભૂખી છે.
બેંગ્લોરના બ્યાદરહલ્લીની પોલીસે જણાવ્યું હતું કે ઘરમાં ચાર લોકોએ અલગ અલગ રૂમમાં ખૂદને બંધ કરી દીધા હતા અને ફાંસી લગાવી લીધી હતી. તમામ મૃતદેહો ફાંસીના ફંદાથી લટકતા જોવા મળ્યા હતા. નવ મહિનાની બાળકીનો મૃતદેહ ખાટલા પર મળ્યો હતો. પ્રાથમિક તારણમાં એવું લાગી રહ્યું છે કે, બાળકીનું મૃત્યુ ભોજન ન મળવાના કારણે થયું છે. હાલ તો પોલીસ રહસ્યના આ તાણાવાણાનો ઉકેલ લાવવામાં મથી રહી છે.
પોલીસે મૃતકોની ઓળખ કરી લીધી છે. મૃતકોમાં 51 વર્ષીય ભારતી, 34 વર્ષીય સિંચના, 34 વર્ષીય સિંધુરાની, 25 વર્ષીય મધુસાગર અને એક બાળકીનો સમાવેશ થાય છે. જીવિત બાળકીનું નામ પ્રેક્ષા હોવાનું સામે આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, આ ઘટના અંગે તેમને મકાન માલિકે સૂચિત કર્યા હતા. મકાન માલિકે ઘર ચાર દિવસથી બંધ હોય અને ભાડુતનો ફોન ન લાગવાથી પોલીસને સૂચિત કર્યા હતા. પોલીસ હાલ ઘટનાસ્થળમાંથી આત્મહત્યાનો પત્ર અને અન્ય પ્રમાણ શોધવાના કામે લાગી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત