ગઈકાલની જ વાત છે. અભિનેતા વિજય સેથ્થુપથ્થી. કોણ નથી ઓળખતું? 96 ફિલ્મમાં કાળો અને જાડો હિરો આધેડોને તેમનાં સ્કૂલકાળનો પ્રેમ યાદ અપાવે છે. વિક્રમ વેધામાં અત્યાર સુધીના ડોન કિરદારોને ટક્કર આપી માયથોલોજી દ્રારા વિરાટ અભિનય પ્રતિભા બનીને ઊભરે છે. પેટ્ટામાં તેનું ભીમકાય શરીર ડરાવી જાય છે અને હવે તે મુથૈયા મુરલીધરનની ચરિત્ર ફિલ્મ 800માં કામ કરવાનો છે. કામ કરવાનો છે કે હતો ? ઘણા આ વાતને ફિલ્મ પ્રમોશનના ભાગ તરીકે વણી રહ્યાં છે. પણ વાત તમે કે હું માનીએ એવી નાની અમથી નથી.
થોડા સમય પહેલાં મહેન્દ્રસિંહ ધોનીની પુત્રી જીવાને એક જાનવરે રેપની ધમકી આપી હતી. એ છોકરી તો સમજણી પણ નથી કે આ વસ્તુ શું કહેવાય અને હવે એ જ આખેટક માહોલ અભિનેતા વિજય સેતુપતિની માથે ચકરાવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર વિજયની દીકરીને રેપની ધમકી આપવામાં આવી છે.
આ ઘટના સામે આવ્યા પછી વિજય સેતુપતિ માટે લોકો અવાજ ઉઠાવી રહ્યાં છે. તેના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. વિજય સેતુપતિને એ તમામ વસ્તુઓ મળશે જેનો તે અધિકારી છે, પણ કોઈ સામાન્ય માણસ સાથે આવું થાય તો ? આ સમગ્ર ઘટના પરથી પદાર્થ પાઠ લેવાની જરૂર છે. સોશિયલ મીડિયા આવ્યા પછી દરેક નરબંકો પોતાને હિડીમ્બ રાક્ષસ જેવો તાકતવર સમજે છે. એલફેલ ગમે તેમ વિચાર્યા વિના લખી નાખે છે. એને સંસ્કૃતનો પાઠ અવિચારી કાર્યમાં કુરૂ પણ વાંચ્યો હશે કે નહીં તેની ખબર નથી.
நன்றி.. வணக்கம் 🙏🏻 pic.twitter.com/PMCPBDEgAC
— VijaySethupathi (@VijaySethuOffl) October 19, 2020
મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માની એ જ જૂની કેસેટ ચાલી રહી છે, ‘મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા અને પોલીસ બંનેની સામે કહી રહ્યાં છીએ.’ ઉપરથી એમણે પાણી ઢોળ કરતાં કહ્યું કે, ‘વિજય સેતુપતિની દીકરીને આપવામાં આવેલી ધમકીના સંદર્ભમાં અમને માહિતી મળી છે. પણ જો તેની ઉંમર નાની છે તો આ સમગ્ર ઘટના બાળ આયોગ જોશે.’ અરે બેન ઈન્ટરનેટનો જીની હાજર છે. વિજય સેતુપતિ કોઈ સામાન્ય સ્ટાર થોડો છે. ગૂગલ કરી જોશો તો છોકરીની ઉંમર કેટલી છે એ સંબંધિત તમામ માહિતી મળી જશે. સ્ટાર્સની લાઈફ છૂપાયેલી નથી હોતી. પાપારાઝીઓથી ઘેરાયેલી હોય છે.
#Breaking | DMK MP Kanimozhi Karunanidhi demands strict action against Twitter troll who issued rape threat against actor Vijay Sethupathi’s daughter.
— TIMES NOW (@TimesNow) October 20, 2020
Details by Shilpa. pic.twitter.com/MvGD47pHss
ફિલ્મમાં મુરલીધરનનો રોલ પ્લે કરી રહેલા વિજય સેતુપતિએ પોતાનું નામ આ પ્રોજેક્ટમાંથી હટાવી લીધું છે. આલોચનાઓનાં કારણે ખૂદ મુરલીધરને પણ વિજયને કહ્યું છે કે, તે આ રોલ પ્લે ન કરે. કેટલીક પોલિટિકલ પાર્ટીઓ સેતુપતિને સમજાવી રહી છે કે, મુરલીધરને તમિલો સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ માટે સેતુપતિએ આ ફિલ્મમાં કામ ન કરવું જોઈએ.
મુરલીધરને પણ કહ્યું કે, હું ક્યારેય નિર્દોષ લોકોના માર્યા જવાનું સમર્થન નથી કરતો. હું શ્રીલંકાના ગૃહયુદ્ધના દર્દથી સંપૂર્ણપણે પરિચિત છું. હું પણ ઘણો જ પ્રભાવિત થયો છું. મારા સમગ્ર પરિવારે શ્રીલંકામાં યાત્રા કુલીની રીતે કરી હતી.
Twitter user issues rape threat against Vijay Sethupathi’s minor daughter.
— Dhanya Rajendran (@dhanyarajendran) October 20, 2020
His ac maybe blocked now, but sadly he will come back in another name. I hope Chennai police acts swiftly. A few cases will surely deter some people. His tweet made me shudder. https://t.co/z5PN15KQ2k
પણ ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકો પોતાની મર્યાદા ઓળંગી રહ્યાં છે. હવે આલીમવાલી પણ સલમાન ખાનની ફિલ્મને બોયકોટ કરી દે છે. અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ એટલે બોયકોટ થઈ રહી છે કારણ કે તેમાં મુખ્ય અભિનેતાનું નામ આસિફ છે. હવે ફિલ્મે હોરર કોમેડીની જગ્યાએ લવ જેહાદની આગ પકડી લીધી છે.
બાળકીઓને રેપની ધમકી સોશિયલ મીડિયા દ્રારા મળી રહી છે. નેશનલ ચેનલમાં તે વિષય પર ડિબેટ નથી થતી. રાડો પાડવામાં નથી આવતી. ફેસબુકમાં સ્ટાર એન્કરો દ્રારા પોતાની ચેનલ અવ્વલ છે તેવા TRP મસાલાની દર ગુરૂવારે રાહ જાહેરાત કરાઈ છે.
Kavingar #Thamarai wants @VijaySethuOffl to act in #Prabhakaran‘s biopic. She doesn’t want people to call him an Ettappan of #Tamil community. More pressure on #VijaySethupathi pic.twitter.com/FoRPxikNVL
— Rajasekar (@sekartweets) October 14, 2020
કાલે આ મુદ્દો હતો. કેટલા એ લીધો ? આજ તકમાં બિહાર ચૂંટણી પર ડિબેટ હતી. મોટાભાગની નેશનલ ચેનલોમાં બિહાર અને સ્થાનિક ચૂંટણીઓ મુદ્દો બનેલી હતી. વિજય સેતુપતિને કવર કેટલીક અંગ્રેજી વેબસાઈટો કરી રહી હતી. આ તો જેમના ઘરમાં દીકરી હોય તે સમજી શકે કે રેપની ધમકી મળે ત્યારે પરિવારને કેવું લાગે ?