Team Chabuk-Sports Desk: ટી-20 વિશ્વકપમાં કારમી હાર બાદ ભારતીય ટીમ પરત ફરી છે. ટી-20 વિશ્વકપ જીતવાનું ટીમનું સ્વપ્ન અધુરું રહી ગયું છે. જો કે 2022ના ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમના કિંગ કહેવાતા વિરાટ કોહલીએ શાનદાર દેખાવ કર્યો છે. વિશ્વકપ બાદ વિરાટ કોહલી પણ ટીમ સાથે ઘરે પરત ફર્યો છે. હાલ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશનની મજા માણી રહ્યો છે. આ વખતે તે કોઈ વિદેશમાં નહીં પણ ભારતમાં જ યાત્રાધામના દર્શન કરીને વેકેશન એન્જોય કરી રહ્યો છે.

હાલમાં જ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે ઉત્તરાખંડમાં આવેલા નૈનીતાલના પ્રખ્યાત કૈંચી ધામની મુલાકાત લીધી હતી. કુમાઉના બાબા નિબ કરોરી મહારાજના આશીર્વાદ લીધા હતા. વિરાટ કોહલી તેના પરિવાર સાથે ઉત્તરાખંડના આ પ્રખ્યાત કૈંચી ધામમાં ત્રણ વર્ષ બાદ ફોર્મમાં પરત ફરવા બદલ આશીર્વાદ લેવા અને આભાર વ્યક્ત કરવા ગયો હતો.

વિરાટ કોહલીએ આ તકે કેટલાક ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી. આ સેલ્ફી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તસ્વીરોમાં વિરાટ કોહલી, પત્ની અનુષ્કા શર્મા અને તેમનો પરિવાર નજરે પડી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
