Team Chabuk-Political Desk: સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર આપ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપ ઉમેદવાર કંચન જરીવાલાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. હવે આપના ડમી અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઈ છે.
આપ ઉમેદવાર કંચન જરીવાળાએ પહેલાં પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. હવે આપના ડમી-અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પરથી આપના ઉમેદવાર બાદ અપક્ષની પીછેહઠ થઈ છે. આપના અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર સલીમ મુલતાની એ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે.સુરત વિધાનસભાની પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કેંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
સુરત પૂર્વ બેઠક પર AAPએ કંચન ઝરીવાલને ટિકિટ આપી હતી. આ સાથે જ ડમી ઉમેદવાર તરીકે સલીમ મુલતાનીએ પણ ફોર્મ ભર્યુ હતુ. 2 દિવસ પહેલા કંચન ઝરીવાલાએ ફોર્મ પરત ખેચ્યું હતું, મેન્ડેટ ન હોવાના કારણે સલીમ મુલતાની AAPના બેનર હેઠળ ચૂંટણી લડી શકતા ન હતા. જેથી સલીમ મુલતાનીનું ફોર્મ અપક્ષ ઉમેદવાર તરીકે મંજૂર થયુ હતું. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે AAPના ડમી અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ ફોર્મ પરત ખેચ્યું હતું.
ઉમેદવારી પત્ર ભરાયા બાદ બે દિવસ દરમિયાન રચાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત ગઈકાલે (ગુરુવાર) આવી ગયો હતો. કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ તેમના ડમી તરીકે સલીમ મુલતાનીએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ મેન્ડેટ નહીં હોવાના કારણે સલીમ મુલતાની આપના બેનર હેઠળ ચૂંટણી લડી નહીં શકે એમ હોવાથી અપક્ષ ઉમેદવાર તરીકે તેમનો ઉમેદવારી પત્ર મંજુર કરવામાં આવ્યું હતું.
જો કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે આપના ડમી અને અપક્ષ ઉમેદવાર સલીમ મુલતાનીએ પોતાનો ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આ દરમિયાન સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત પૂર્વના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપે કીડનેપ કર્યા હોવાનો આરોપ રાઘવ ચઢ્ઢાએ લગાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
