Team Chabuk-Sports Desk: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અમદાવાદ ટેસ્ટ ડ્રો રહી હતી. જોકે, ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે આ ઇનિંગ બાદ વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે. ટેસ્ટ ફોર્મેટ સિવાય વિરાટ કોહલી વનડે અને ટી-20 મેચમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.
વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે
આ રીતે વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં 10થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આવું કરનાર તે એકમાત્ર ક્રિકેટર છે. અત્યાર સુધી વિરાટ કોહલી સિવાય અન્ય કોઈ ક્રિકેટરે આ કારનામું કર્યું નથી. ખરેખર, જો તમે આંકડા પર નજર નાખો તો, વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં 10 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. આ સિવાય પૂર્વ ભારતીય કેપ્ટનનો ODI અને T20 ફોર્મેટમાં પણ જલવો જોવા મળ્યો છે.
A conversation full of calmness, respect & inspiration written all over it! 😊 🙌
— BCCI (@BCCI) March 14, 2023
A special post series-win chat with #TeamIndia Head Coach Rahul Dravid & @imVkohli at the Narendra Modi Stadium, Ahmedabad 👍 👍 – By @RajalArora
FULL INTERVIEW 🔽 #INDvAUShttps://t.co/nF0XfltRg2 pic.twitter.com/iHU1jZ1CKG
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વનડે ફોર્મેટમાં 38 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. આ સિવાય વિરાટ કોહલી ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 15 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. જો કે, વિરાટ કોહલી એવો પહેલો ખેલાડી છે જેણે ટેસ્ટ મેચ સિવાય ODI અને T20 ફોર્મેટમાં 10 થી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હોય. બીજી તરફ અમદાવાદ ટેસ્ટની વાત કરીએ તો મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જો કે ભારતીય ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, પરંતુ ઈન્દોર ટેસ્ટમાં કાંગારૂઓએ ધમાકેદાર વાપસી કરી હતી. જ્યારે બંને ટીમો વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત