Team Chabuk-Sports Desk: ભારત માટે ટી-ટ્વેન્ટી વિશ્વકપ બાદ ટી-ટ્વેન્ટી ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીએ આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. આઈપીએલની આ સિઝન બાદ તે કેપ્ટન તરીકે જોવા નહીં મળે.
Virat Kohli to step down from RCB captaincy after #IPL2021
— Royal Challengers Bangalore (@RCBTweets) September 19, 2021
“This will be my last IPL as captain of RCB. I’ll continue to be an RCB player till I play my last IPL game. I thank all the RCB fans for believing in me and supporting me.”: Virat Kohli#PlayBold #WeAreChallengers pic.twitter.com/QSIdCT8QQM
તેણે ગુરૂવારના રોજ ટી-ટ્વેન્ટી ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. ટી-ટ્વેન્ટી વિશ્વકપ બાદ વિરાટ કોહલી ભારતીય ટીમનું નેતૃત્વ ત્યાગી દેશે અને માત્ર મર્યાદિત ઓવરની મેચમાં જ કેપ્ટન તરીકે યથાવત રહેશે. વિરાટ કોહલી આરસીબીનો 2013થી કેપ્ટન છે. ન્યૂઝીલેન્ડના ખેલાડી ડેનિયલ વિટોરી બાદ તેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. અત્યાર સુધીમાં નવ સિઝનમાં તે આરસીબીનું નેતૃત્વ કરી ચૂક્યો છે. જોકે કોહલીને આઈપીએલની એક પણ ટ્રોફી સ્પર્શવાનો મોકો નથી મળ્યો. આ માટે તેની આલોચના પણ ખૂબ થઈ છે. 2016માં વિરાટના નેતૃત્વ હેઠળ ટીમ ફાઈનલમાં પહોંચી હતી જ્યાં તેમનો પરાજય થયો હતો. આ સિવાય આરસીબીનું પ્રદર્શન કથળતું રહ્યું છે.
વિરાટ કોહલીએ આરસીબીની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, આ મારા માટે શાનદાર સફર રહ્યો હતો. આરસીબીમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓનું નેતૃત્વ કરવું એ શાનદાર અનુભવ રહ્યો હતો. હું આ તકે ટીમ મેનેજમેન્ટ, કોચ, સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓ અને સમગ્ર આરસીબી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ તમામે ટીમ અને ફ્રેન્ચાઈઝીને આગળ વધારવામાં ફાળો આપ્યો છે.
વિરાટે વધુમાં કહ્યું કે, આ સરળ નિર્ણય નહોતો. જોકે ફ્રેન્ચાઈઝીના ઉન્નત ભવિષ્યને જોતા મેં આ નિર્ણય કર્યો છે. આરસીબી પરિવાર મારા હ્રદયની નજીક છે અને ટીમ આગળ વધારે શ્રેષ્ઠ થશે. મેં આ પૂર્વે પણ કહ્યું છે અને પુન: પણ કહું છું ક્રિકેટમાં નિવૃત્તિકાળ સુધી હું આરસીબી માટે જ રમતો રહીશ.
વિરાટ કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 132 મેચમાં ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. જેમાંથી 60માં આરસીબીનો વિજય થયો છે. 65 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચ ટાઈ રહ્યા હતા જ્યારે ચાર મેચ એવા જેનું કોઈ પરિણામ નીકળ્યું નહોતું.
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 199 મેચમાં 6076 રન બનાવ્યા છે. સોમવારના રોજ એટલે કે આજે કોલકત્તા નાઈટ રાઈડર્સની વિરુદ્ધ તે આઈપીએલની કારકિર્દીનો 200મો મુકાબલો રમશે. કેપ્ટન તરીકે આરસીબીમાં 132 મેચમાં 43.27ની એવરેજથી 134.11ની સ્ટ્રાઈક રેટ સાથે 4674 રન બનાવ્યા છે. આ લીગમાં તેના નામે પાંચ સેન્ચુરી પણ બોલે છે. વિરાટની આ તમામ સેન્ચુરીની ખાસિયત એ રહી છે કે, તેણે કેપ્ટનના પદ પર રહેતા સેન્ચુરીઓ ફટકારી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત