Homeગુર્જર નગરીજૂનાગઢઃ વીજળી પડવાથી કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે કરી આત્મહત્યા

જૂનાગઢઃ વીજળી પડવાથી કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્ર પંથકમાં ચાલુ વર્ષે ધાર્યા કરતાં વધુ વરસાદ પડ્યો છે. કુદરત જાણે રૂઠી હોય તેમ જરૂરિયાત વધુ વરસાદ ખાબકતાં ખેડૂતોને માથે બે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. મગફળી, તલ, કપાસ, અડદ સહિતના અનેક પાક નિષ્ફળ ગયા છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાક નિષ્ફળ જતાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના એક ગામમાં ખેડૂતો આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.

જૂનાગઢના વિસાવદર તાલુકામાં આ વર્ષે વરસાદે ખેડૂતોના પાકનો સોથ બોલાવી દીધો છે. વિસાવદરમાં ચાલુ સિઝનમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે મેઘમહેરની જગ્યાએ મેઘ કહેર સાબિત થયો છે. ત્યારે વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે કપાસનો પાક નિષ્ફળ જતાં 70 વર્ષના વૃદ્ધ ખેડૂત ગોકળબાપાએ આત્મહત્યા કરી લીધી છે. ગોકળબાપાએ આત્મહત્યા કરી લેતાં ગામમાં સોપો પડી ગયો છે.

ઘટનાની પ્રાથમિક વિગતો જોઈએ તો, ચાલુ વર્ષે વિસાવદર તાલુકામાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. અત્યાર સુધી કરેલી મહેનત અને ખર્ચ માથે પડ્યા છે. પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો પર આર્થિક ભારણ વધ્યું છે. આ દરમિયાન વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે વરસાદની સાથે વીજળી પડતાં ગામના 70 વર્ષના ખેડૂત ગોકળબાપા વેકરીયાનો કપાસનો પાક નિષ્ફળ ગયો હતો. કપાસનો પાક બળી જતા વૃદ્ધ ખેડૂતને લાગી આવ્યું હતું. દરમિયાનમાં પ્રાથમિક માહિતી મુજબ તેઓ વાડીએ એકલા હતા ત્યારે તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું. ઘટના પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે ત્યારે ખેડૂતોની વધુ વરસાદના કારણે સ્થિતિ કફોડી બની છે.

2 ઑક્ટોબરના રોજ રાજ્યની વરસાદની સ્થિતિ મુજબ વિસાવદરમાં આ વર્ષે એવરેજ વરસાદ કરતાં 152 ટકા વધુ વરસાદ વરસ્યો છે. વિસાવદરનો એવરેજ વરસાદ 1110 મી.મી. છે એટલે કે વિસાવદરમાં વર્ષ 1991થી વરસતા વરસાદમાં દર વર્ષે એવરેજ 44.4 ઇંચ વરસાદ પડે છે જ્યારે તેની સામે આજની સ્થિતિ મુજબ જિલ્લામાં 1691 એટલે કે 67.4 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ વરસાદના કારણે તાલુકામાં સર્વત્ર પાણી પાણી છે ત્યારે વીજળીના કારણે કપાસ બળી જવાની સ્થિતિમાં આ ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટીની સ્થિતિ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક તાલુકાઓમાં ધોવાણ થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments