Homeસિનેમાવાદસસરા નાગાર્જુનના કારણે સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડા!

સસરા નાગાર્જુનના કારણે સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડા!

Team Chabuk-Cinema Desk: દક્ષિણની ખ્યાતનામ અભિનેત્રી સામંથા અક્કિનેની અને નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યના 2017માં વિવાહ થયા હતા. જોકે હવે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. આ બંનેએ સોશિયલ મીડિયા મારફતે અલગ થવાની ઘોષણા કરી છે. સામંથા અને નાગા ચૈતન્યની પોસ્ટમાં લખવામાં આવ્યું છે, પતિ-પત્ની તરીકે અમારા રસ્તાઓ અલગ થાય છે. પણ અમે હંમેશાં મિત્ર રહીશું.

advertisement-1

સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ‘અમારા પ્રિય શુભચિંતકો, ખૂબ વિચાર કર્યા બાદ મેં અને ચૈતન્યએ પતિ-પત્ની તરીકેના અમારા રસ્તા અલગ કરવાનો નિર્ણય લીધો છે. અમે નસીબદાર છીએ કે અમારી દોસ્તી દસ કરતા વધારે વર્ષો સુધી રહી. જે અમારા રિલેશનશિપનો આધાર હતી. જે અમારી વચ્ચે હંમેશાં સ્પેશિયલ સંબંધ રાખશે.’

વધુમાં સામંથાએ લખ્યું કે, ‘અમે અમારા મિત્રો, શુભચિંતકો અને મીડિયા પાસેથી આ સમસ્યાની ક્ષણમાં ટેકાની આશા રાખીએ છીએ. અમારી ગોપનિયતાનું સન્માન થવું જોઈએ. જેથી અમે લોકો અમારી જિંદગી જીવી શકીએ. આપના સહયોગ માટે ધન્યવાદ…’

advertisement-1

સામંથા, નાગા ચૈતન્ય છૂટાછેડા લેવાના હોવાની અફવા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે અક્કિનેની પરિવારે કોઈ પણ મીડિયા રિપોર્ટ પર પ્રતિક્રિયા નહોતી આપી. હવે બંનેના છૂટાછેડાની ખબરથી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સામંથા અને નાગા ચૈતન્યના લગ્નમાં તિરાડ પડવા પાછળનું કારણ અભિનેત્રીનો પોતાની કારકિર્દી પ્રત્યેનો પ્રેમ છે. લગ્ન બાદ પણ સામંથા ફિલ્મોમાં બોલ્ડ સીન્સ કરી રહી હતી. જે તેમના શ્વસુર નાગાર્જુનને પસંદ નહોતું.

rps-baby-world-1

ખબર કેવી રીતે પડી?

લગ્ન બાદ સામંથાએ સોશિયલ મીડિયા એકાઉન્ટની આગળ અક્કિનેની અટક લગાવી દીધી હતી. જે નાગા ચૈતન્યની છે. એ ઘણી વખત પતિ નાગા ચૈતન્યની સાથેની તસવીર પોસ્ટ કરતી હતી પણ ચૈતન્ય સોશિયલ મીડિયા પર એટલો સક્રિય રહેતો નહીં. જ્યારથી સામંથાએ સરનેમ હટાવી દીધી હતી ત્યારથી ચર્ચાઓનો વંટોળિયો ઉઠ્યો હતો કે છૂટાછેડા થઈ રહ્યા છે.

advertisement-1

સામંથા રુથ પ્રભુ દક્ષિણની સૌથી મોટી અભિનેત્રી છે. બોલ્ડ અને બેબાક અભિનય માટે ચર્ચાય છે. હિન્દીમાં ફેમિલી મેન સિઝન-2માં વિલનનો રોલ કરી તે રાતોરાત છવાઈ ગઈ હતી. નાગા ચૈતન્ય પણ તેની માફક જ તેલુગુ સુપરસ્ટાર છે. ચૈતન્યની ઘણી ફિલ્મોએ બોક્સઓફિસ પર કમાલ કરી દીધી છે. તેની આગામી ફિલ્મ આમીર ખાન સાથે લાલસિંહ ચઢ્ઢા છે. જેમાં તે આર્મી ઓફિસરના રોલમાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments