Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પુત્ર અને પિતરાઈ ભાઈ પર કરવામાં આવેલા હુમલાના કેસમાં કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગત 19 સપ્ટેમ્બરની રાત્રે વિસાવદરમાં બનેલા આ બનાવમાં જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ વિસાવદર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આરોપીને તાત્કાલિક પકડવા સુચના આપી હતી. જેના પગલે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવીને બાતમીના આધારે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

વિસાવદર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ટેક્નિકલ સેલની અલગ અલગ ત્રણ ટીમો બનાવી રાત દિવસ એક કરી, મળેલ બાતમી આધારે નાસિર રાહીમભાઈ મેતર, ઈમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઈ બ્લોચ, કૌશિક દુર્લભભાઈ દાફડા, અકિલ ફિરોઝભાઈ સીડા (જૂનાગઢ),હમીદ ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમા, નાસીર ઉર્ફે ભેલી રાયમલ શેખ, સોયબ રાહીમભાઈ ફુલશેઠા,રિઝવાન ઉર્ફે ભૂરો વલીભાઈ અને અફઝલ ઇસ્માઇલભાઈ બ્લોચ રહે. હનુમાનપરા, વિસાવદરને રાઉન્ડ અપ કરી, કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી હતી. પકડાયેલ તમામ આરોપીઓના પાસેથી ગુન્હામાં વાપરેલ હથિયારો તેમજ વાહનો કબ્જે કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. ઉપરાંત આ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય આરોપીઓનો લોકોમાંથી ડર ઓછો કરવા, જે જગ્યાએ બનાવ બન્યો હતો તે જગ્યાની આસપાસ સાથે રાખી વિસાવદર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કરવામાં આવ્યું હતું.
રિકન્સ્ટ્રક્શન સમયે આરોપીઓને જોવાં માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ વિસાવદર વિસ્તારના કોઈપણ જગ્યાએ પકડાયેલ આરોપીઓ દ્વારા લુખ્ખાગીરી કરવામાં આવેલ હોઈ, લોકોને ડરવાની જરૂર નથી અને પોતાની સમસ્યા બાબતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તેમજ પોલીસ અધીકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

મહત્વનું છે કે, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પુત્ર અને પિતરાઈ ભાઈ પર 19 સપ્ટેમ્બરની રાત્રે કેટલાક લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી. હુમલાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાથી લુખ્ખા તત્વોને છૂટ્ટોદોર મળી ગયો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલાના વિરોધમાં વિસાવદર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ચેમ્બર ઓફ કોમર્સ સહિતના તમામે સમર્થન આપ્યું હતું અને રેલી કાઢીને પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓને પકડી લેવા માટે ખાતરી આપવામાં આવી હતી ત્યારે હવે 9 આરોપીને ઝડપીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત