Homeગામનાં ચોરે2019થી ચાલતા કેસનો હવે ઉકેલ આવશે, યુવતીની હત્યા થઈ કે સંભોગ કરતા...

2019થી ચાલતા કેસનો હવે ઉકેલ આવશે, યુવતીની હત્યા થઈ કે સંભોગ કરતા મૃત્યુ પામી?

Team Chabuk-International Desk: એક વ્યક્તિ પર પૈસા માટે પોતાની પ્રિયતમાની હત્યા કરવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. આ વ્યક્તિએ જેની હત્યા કરી તે એક અરબપતિની પુત્રી હતી અને તેના ખાતામાં પણ કુબેરનો ભંડાર પડ્યો હતો. હત્યા બાદ પતિ પર તેનું ક્રેડિટ કાર્ડ, એટીએમ સહિતની વસ્તુઓ ગાયબ કરવાનો પણ આરોપ લાગ્યો છે. આ કેસ હવે કોર્ટના આંગણે પહોંચ્યો છે જ્યાં આરોપી તેની ગર્લફ્રેન્ડનો જીવ કેવી રીતે ગયો તે અંગેની દલીલ રાખી રહ્યો છે.

AD

સ્વિત્ઝર્લેન્ડની એક હોટલના એક રૂમમાં બ્રિટિશ યુવતી એના રીડ જેની ઉંમર 22 વર્ષની છે તેની લાશ મળી આવી હતી. હોટલમાં તે પોતાના જર્મન બોયફ્રેન્ડ માર્ક શેઝલની સાથે રોકાઈ હતી. શેઝલ એક બાઉન્સર છે. આરોપ લાગ્યો કે ડોક્ટરને ફોન કરતા પહેલા તેણે એનાની હત્યા કરી દીધી હતી. કોર્ટમાં જ્યારે સુનાવણી થઈ ત્યારે તેના બોયફ્રેન્ડે કહ્યું હતું કે, સેક્સ ગેમ રમવાના કારણે એનાની મોત થઈ હતી.

AD

પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પ્રમાણ મળ્યું છે કે એનાની મોત ગળું દબાવવાના કારણે થયું છે. તેના શરીર પર ઈજાઓનાં નાના નિશાન પણ હતા સાથે જ ફ્રેક્ચર પણ હતું. ત્યાંથી મળતી માહિતી પ્રમાણે માર્ક શેઝલ જે પબ અને નાઈટ ક્લબમાં બાઉન્સર તરીકેનું કામ કરતો હતો, તેણે એનાની સાથે સંબંધ બાંધતા દરમિયાન તેનું ગળું દબાવી દીધું હતું.

AD

બીજી બાજુ એ પણ સામે આવ્યું છે કે બોયફ્રેન્ડ શેઝલ પર 40 લાખ રૂપિયાથી વધારેનું કર્ઝ હતું. એવામાં તેને ખબર મળી કે તેની ગર્લફ્રેન્ડના ખાતામાં 25 લાખથી વધારે રૂપિયા છે. તો તેણે આ પૈસાને હડપવાની યોજના ઘડી કાઢી. તેણે પહેલા એનાની હત્યા કરી નાખી અને બાદમાં હત્યા સંભોગ કરતા સમયે થઈ હોવાનું જણાવ્યું. હવે ટૂંક સમયમાં જ 2019ના પેન્ડિંગ પડેલા આ રહસ્યમયી કેસમાં કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવી શકે છે.

AD

સુનાવણી દરમ્યાન જ્યારે દુર્ઘટના ઘટી ત્યારે નજીકના રૂમમાં રોકાયેલા કેટલાક લોકોએ કોર્ટમાં જણાવ્યું હતું કે, એ દિવસે આ બેઉની વચ્ચે ઝઘડો થયો હતો. એ રાત વાસણ તૂટવાનો પણ અવાજ આવ્યો હતો. ઝઘડો મોટો હતો એવું એ માટે પણ કહી શકાય કારણ કે કથિતરૂપે એનાએ શેઝલની પાસેથી લાખો રૂપિયાનો હિસાબ માગી લીધો હતો. એટલું જ નહીં જ્યારે તેની મુલાકાત શેઝલની સાથે થઈ હતી એ પછી તેનો ખર્ચ પણ બેગણો થઈ ગયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments