Team Chabuk-Sports Desk: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મંગળવારે રાત્રે રસાકરસી ભર્યા મેચમાં અંતિમ ઓવરમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને પરાજય આપ્યો હતો. દિલધડક મુકાબલમાં સંજુ સેમસનની કેપ્ટનશીપ તો કામ કરી ગઈ પણ તેને આ જીત માટે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી હતી. રાજસ્થાનને સ્લો ઓવર રેટના ચાલતા કેપ્ટન સેમસન પર બાર લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નિયમો પ્રમાણે 90 મિનિટની અંદર અંદર વીસ ઓવર ફેંકવાના હોય છે. જેમાં બે સ્ટ્રેટજીક ટાઈમ આઉટનો પણ સમાવેશ થાય છે. જેની સમયમર્યાદા દોઢ મિનિટની હોય છે. રાજસ્થાન રોયલ દ્વારા આ પહેલી વખત થયું કે તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોય. જો આ જ ભૂલનું પુનરાવર્તન થાય છે, તો 12 લાખની જગ્યાએ 24 લાખ રૂપિયા ભરવાના હોય છે. જો આગામી મેચમાં પણ કેપ્ટન મર્યાદિત સમયમાં ઓવર પૂર્ણ નથી કરાવી શકતા તો તેમના પર એક મેચનો પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. સાથે જ 24ની જગ્યાએ દંડની રકમમાં વૃદ્ધિ થતાં 30 લાખની થઈ જાય છે.
સ્લો ઓવર રેટ માટે માત્ર કેપ્ટન જવાબદાર નથી હોતો, એટલે આખી ટીમ પર ફાઈન લગાવવાનો પણ અલગથી નિયમ છે. બીજી ભૂલમાં ટીમના દરેક ખેલાડીને છ-છ લાખ અથવા તો 25 ટકા મેચ ફી, જે ઓછું હોય તેમાંથી એક વસૂલવામાં આવે છે. આ રીતે જ ત્રીજી ભૂલ થાય તો 50 ટકા મેચ ફી અને 12 લાખ રૂપિયા ભરવા પડે છે.

મેચની વાત કરીએ તો કાર્તિક ત્યાગીએ 29 રનમાં બે વિકેટ લઈ મેજીકલ સ્પેલ દ્વારા કિંગ્સ ઈલેવનની ટીમને ઘૂંટણીયે લાવીને રાખી દીધી હતી. રાજસ્થાન રોયલ્સે અંતિમ બોલમાં આ મેચ પોતાના નામે કર્યો હતો. 186 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી પંજાબની ટીમ એક સમયે લક્ષ્યાંક સુધી પહોંચી જશે તેવું લાગી રહ્યું હતું.અંતિમ ઓવરમાં ટીમને માત્ર ચાર રનની આવશ્યકતા હતી અને આઠ વિકેટ પણ ખાતામાં બાકી હતી. જોકે 21 વર્ષીય યુવા બોલર કાર્તિક ત્યાગીએ પંજાબની ટીમના મનસૂબા પર પાણી ફેરવીને રાખી દીધું હતું. આ જીતના કારણે રાજસ્થાન હાલ પોંઈન્ટ ટેબલ પર પાંચમાં સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર ચૈન્નઈ સુપર કિંગ્સ છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા