Homeગુર્જર નગરી21 જૂનથી વેક્સિન લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ

21 જૂનથી વેક્સિન લેવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સહિત દેશમાં હવે કોરોનાની બીજી લહેર ધીમી પડી ગઈ છે ત્યારે સરકાર દ્વારા રસીકરણ અભિયાનમાં ગતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગુજરાતમાં આગામી 21 જૂનથી રસીકરણના નિયમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં 18 થી 44 વર્ષના લોકોને વિશ્વ યોગા દિવસ એટલે કે 21 જૂન, સોમવારથી રસી લેવામાં સરળતા થઈ જશે.

ગુજરાતમાં 18 થી 44 વયજૂથના લોકોને 21 જૂનને સોમવાર બપોરે 3 કલાકથી કોરોનાની રસી માટે પ્રાયર-રજિસ્ટ્રેશન વિના રાજ્યભરમાં વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન અન્વયે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં હાલ 18 થી 44 વર્ષના લોકોને રસી લેવા માટે અગાઉથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. રજિસ્ટ્રેશન બાદ નજીકના રસીકરણ કેન્દ્ર પર તારીખ અને સમયનો સ્લોટ પસંદ કરીને એસએમએસ મળ્યા બાદ રસી લેવા માટે જવાનું હોય છે. આવા પ્રાયર રજિસ્ટ્રેશન કરાવીને એસએમએસ દ્વારા સ્લોટ મેળવેલા લોકોને રસીકરણમાં અગ્રતા આપવામાં આવશે.

જો કે હવે રાજ્ય સરકારના નવા નિર્ણય બાદ 21 જૂન વિશ્વ યોગા દિવસથી બપોરે 3 કલાકથી પ્રાયર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો પણ વોક-ઈન-રજિસ્ટ્રેશન અંતર્ગત રાજ્યના તમામ રસીકરણ કેન્દ્રો પર રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિન આપવામાં આવશે.

આ નિર્ણય લેવા પાછળનો ઉદ્દેશ વધુને વધુ લોકો રસી લે, રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે અંગેનો છે. ભારત સરકાર દ્વારા પણ રાજ્ય સરકારોને વેક્સિનના પૂરતા ડોઝ આપી દેવાતા રસીકરણ પ્રક્રિયા ઝડપી બનશે. હાલ ગુજરાતમાં 2 કરોડ 15 લાખ વેક્સિનના ડોઝ આપી દેવાયા છે.

આગામી વિશ્વ યોગ દિવસ તારીખ 21મી જૂન 2021 થી સમગ્ર રાજ્યમાં 18 થી 44 ની વયજૂથના લોકો માટે બપોરે 3 કલાકથી તમામ રસીકરણ કેન્દ્રો પરથી વોક-ઈન-વેક્સિન ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વેક્સિન આપવાની શરૂઆત કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસ

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 262 નવા કેસ નોંધાયા છે અને 776 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 97.90 ટકા થયો છે. જ્યારે 5 દર્દીના મોત થયા છે. તેમજ 7 મહાનગર અને 30 જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments