Team Chabuk-Sports Desk: પૂર્વ ઓલિમ્પિયન અને પદ્મશ્રી મિલ્ખા સિંહનું કોરોનાના કારણે 91 વર્ષની વયે નિધન થયું છે. શુક્રવારે મોડી રાતે પીજીઆઈ ચંદીગઢમાં તેમનું નિધન થયું હતું. તેઓ ફ્લાઈંગ શીખના નામે જગતભરમાં ખ્યાતનામ હતા. 19 મેના રોજ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. એ પછી ફોર્ટિંસ મોહાલી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. બાદમાં પરિવારજનોના આગ્રહ પર હોસ્પિટલથી રજા લઈને સેક્ટર 8નાં નિવાસસ્થાન પર જ ઈલાજ કરાવી રહ્યા હતા.
ગત ત્રણ જૂનના રોજ તબિયત અસ્વસ્થ રહેતા પીજીઆઈમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા. બુધવારના રોજ તેમની રિપોર્ટ નેગેટિવ આવી હતી. જોકે સંક્રમણના કારણે તેઓ અશક્ત હતા. શુક્રવારનાં બપોરના રોજ અચાનક તેમની તબિયત અત્યંત ગંભીર થઈ ગઈ. તાવની સાથે તેમનું ઓક્સિજનનું સ્તર પણ ગબડતું ગયું. પીજીઆઈની સિનિયર ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી હતી. આખરે મોડી રાતે 11-40નાં રોજ તેમણે અન્તિમ શ્વાસ લીધા. તેમના નિધનની સાથે ભારતીય ખેલ જગતના એક યુગનો અંત આવી ગયો છે. મિલ્ખા સિંહનું એક માત્ર સપનું હતું કે કોઈ ભારતીય દોડમાં ઓલિમ્પિક મેડલ જીતે. એ સ્વપ્ન અધૂરું રહી ગયું.
મિલ્ખા સિંહની સાથે તેમના પત્ની નિર્મલ કૌર પણ સંક્રમિત થયા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવા પર તેમને મોહાલીનાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિમાં સુધાર આવી રહ્યો હતો જોકે 13 જૂનની રાતે તેમનું નિધન થઈ ગયું. પાંચ દિવસ પહેલા જ. પત્નીની મોત બાદ તેમના પરિવારજનોને લાગી રહ્યું હતું કે હવે તેઓ લાંબો સમય ટકી નહીં શકે. જેથી તેમના પત્નીની ખબર તેમનાથી છૂપાવીને રાખવામાં આવી હતી.
છેલ્લા બે દિવસથી મિલ્ખા સિંહ પોતાની પત્ની સાથે વાત કરવાની જીદ કરી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારા સપનામાં નિમ્મી આવી રહી છે અને તે આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. નિર્મલ કૌર ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન હતા. સાથે જ તે ચંદીગઢના ખેલ નિર્દેશકના પદ પર પણ રહી ચૂક્યા હતા.
મિલ્ખા સિંહની ખબર ફેલાઈ જતા સોશિયલ મીડિયા પર પણ શ્રદ્ધાંજલિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. થોડા સમયમાં જ મિલ્ખા સિંહ ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે, આપણે સૌથી શ્રેષ્ઠ ખેલાડીને ગુમાવી દીધો છે. દેશના નાગરિકોના હ્રદયમાં મિલ્ખા સિંહ વસતા હતા. તેમણે દેશના લાખો લોકોને પોતાના વ્યક્તિત્વથી પ્રેરિત કર્યા હતા. તેમના નિધનથી હું દુ:ખી છું. પીએમ મોદીએ એ પણ જણાવ્યું કે, તેમણે થોડા સમય પહેલા જ તેમની સાથે વાત કરી હતી અને નહોતી ખબર કે તેઓ છેલ્લી વખત વાત કરી રહ્યા છે.
સાથે જ કેન્દ્રિય મંત્રી કિરન રિજિજૂએ ટ્વીટર પર મિલ્ખા સિંહનો એક વીડિયો શેર કર્યો હતો અને વાયદો કર્યો હતો કે મિલ્ખા સિંહની અન્તિમ ઈચ્છા પૂર્ણ કરીશું. આ વીડિયોમાં મિલ્ખા સિંહ એ કહેતા જોવા મળી રહ્યા છે કે તેમની અન્તિમ ઈચ્છા છે કે દેશનો જવાન ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે. કેન્દ્રિય મંત્રી હરદીપ સિંહ પુરી અને ભારતીય ફૂટબોલ ટીમે પણ મિલ્ખા સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત