Homeગામનાં ચોરેમહિલાને ફોસલાવીને બોલાવી, અપહરણ કર્યું અને આઠ દિવસ બંધક બનાવી ચાર નરાધમો...

મહિલાને ફોસલાવીને બોલાવી, અપહરણ કર્યું અને આઠ દિવસ બંધક બનાવી ચાર નરાધમો બળાત્કાર કરતા રહ્યા

Team Chabuk-National Desk: હરિયાણાના ગુરૂગ્રામ જિલ્લાના સોહના વિસ્તારમાં અનુસૂચિત જાતિની મહિલાનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ આ મહિલાને આઠ દિવસ સુધી બંધક બનાવી રાખી હતી અને તેના પર એક બાદ એક દુષ્કર્મ આચરતા રહ્યા હતા. આ મહિલાના મિત્રોએ તેને ફોસલાવીને બોલાવી હતી અને તેનું અપહરણ કરી લીધું હતું.

સૌ પ્રથમ મહિલાને નશીલું દ્રવ્ય પીવડાવી બેભાન કરી દીધી હતી. આરોપ લાગ્યો છે કે નરાધમો મહિલાને રોજ રાતે બેશુદ્ધ કરવાનું ઈન્જેક્શન લગાવતા હતા. સદર પોલીસ મથકે આ સંદર્ભે ચાર લોકો વિરૂદ્ધ અપહરણ, સામૂહિક બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી સહિતની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ કરાવી છે અને સાથે જ કોર્ટમાં 164નું નિવેદન દાખલ કર્યું છે.

આ સમગ્ર ઘટનાની વિગતો કંઈક એવી છે કે સોહના વિસ્તારમાં રહેનારી મહિલાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે તારીખ 29 જૂનની રાતે તેને તેનો મિત્ર ચિન્ટુ મળ્યો હતો. તેણે બીજા દિવસે સવારે પાંચ વાગ્યે મંદિર પાસે બોલાવી હતી. મહિલા ત્યાં ગઈ હતી. પાંચ મિનિટ બાદ ત્યાં સફેદ કલરની કાર આવી હતી. જેમાં ચીન્ટુ તેના મિત્રોની સાથે હતો.

કારમાં બેસતા જ ચિન્ટુ અને તેના મિત્રો દીપક, કુલદીપ અને સંજુએ તેને નશીલો પદાર્થ પીવડાવી દીધો હતો. જેથી તેને કંઈ યાદ ન રહે. આ ચારે નરાધમો મહિલાને એક રૂમમાં લઈ ગયા હતા. જ્યાં તેને બંધક બનાવી દીધી હતી. આરોપીઓ રોજ તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. આ સિવાય તે બેભાન રહે આ માટે ખભામાં ઈન્જેક્શન પણ લગાવી દેતા હતા.

આઠ દિવસ બાદ આરોપીઓ તેના વસ્ત્રો બદલાવી અને બલ્લભગઢ બાજુ છોડી ગયા હતા. મહિલાએ ત્યાંથી પોતના દેવરને આ વિશે જાણકારી આપી હતી. તેનો પતિ તેને લેવા માટે પહોંચ્યો હતો. બે દિવસ સુધી તો તેની તબિયત પણ નાદુરુસ્ત રહી હતી. રવિવારે તેણે આરોપીઓની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

પોલીસે તેની વાત સાંભળ્યા બાદ મહિલા પોલીસની હાજરીમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. મેડિકલમાં તેની સાથે દુષ્કર્મ થયાની પુષ્ટી થઈ હતી. જજની સામે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ ઈન્ચાર્જ સોહનાએ જણાવ્યું હતું કે, કેસ ફાઈલ થઈ ગયો છે. આરોપીઓ ફરાર છે. પોલીસ તેમને ટૂંક સમયમાં જ શોધી લેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments