Homeદે ઘુમા કેWWE Top Ten : રોક અભિનેતા બની ગયો કેન રાજકારણમાં ચાલ્યો ગયો

WWE Top Ten : રોક અભિનેતા બની ગયો કેન રાજકારણમાં ચાલ્યો ગયો

અમેરિકાની પ્રોફેશનલ રેસલિંગ ચેમ્પિયનશીપ WWEને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. અલગ અલગ વેશભૂષા અને અલગ કુશ્તીની રીતની પ્રસિદ્ધ આ રેસલિંગે એકથી એક ચઢીયાતા ખેલાડીઓ આપ્યા છે. કેટલાય ખેલાડીઓએ પોતાના અંદાજ અને રમતથી દર્શકોનું દીલ જીત્યું છે અને દર્શકો વચ્ચે હંમેશાં છવાયેલા રહ્યા છે. આજે જ્યારે આ ખેલાડીઓ કુશ્તીની રિંગથી દૂર થઈ ગયા છે ત્યારે પણ તેઓ દર્શકોના દીલ પર રાજ કરી રહ્યા છે. ચાલો જાણીએ આજે આ ખેલાડીઓ ક્યાં છે અને શું કરી રહ્યા છે.

ટ્રીપલ એચ

ટ્રીપલ એચનું સાચું નામ પોલ મિશેલ લેવેક્સ છે. જેને લોકો રિંગના હુલામણા નામ ટ્રીપલ એચથી જ ઓળખે છે. હાલ ટ્રીપલ એચ સેવાનિવૃત પ્રોફેશનલ પહેલવાન છે અને WWE માટે ગ્લોબલ ટેલેન્ટ સ્ટ્રેટેજી તેમજ ડેવલોપમેન્ટના કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યો છે. સાથે જ ટ્રીપલ એચ એક બિઝનેસ એક્ઝીક્યૂટિવ પણ છે. ટ્રીપલ એચ WWEના CEO વિન્સ મેકમેનનો જમાઈ છે. ટ્રીપલ એચએ મેકમેનની પુત્રી સ્ટેફની મેકમેન સાથે લગ્ન કર્યા છે.

બુકર ટી

બુકર ટીનું સાચું નામ રોબર્ટ બુકર ટીયો હફમૈન છે. તે રિંગમાં બુકર ટીથી જ ઓળખાય છે. આજે તે એક સફળ કુશ્તી કરિયર પૂર્ણ કરી કોમેન્ટેટર અને પ્રચારક બની ગયો છે. બુકર ટીને 2013માં WWE  હોલ ઓફ ફેમમાં સામેલ કરાયો હતો. ત્યારબાદ તેને 2019માં હાર્મેલ હીટમાં પણ સામેલ કરાયો હતો.

શૉન માઈકલ

માઈકલ શૉન હિકેનબોટમને તેના રિંગ નામ શૉન માઈકલ્સથી વધુ ઓળખાય છે. તે પોતાના સમયનો એક તગડો પહેલવાન હતો. શૉન માઈકલ્સ 2020માં સર્વાઈવર સિરીઝ દરમિયાન ધ અંડરટેકરના વિદાય સમારોહમાં છેલ્લીવાર જોવા મળ્યો હતો. ત્યારબાદ તે રિંગમાં જોવા નથી મળ્યો.

એજ

એડમ જોસેફ કોપલૈડને એજ તરીકે જ ઓળખવામાં આવે છે. એક સફળ કુશ્તી કરિયર બાદ તેણે અભિનયની દુનિયામાં પગલાં માંડ્યા છે. તે હાઈલેન્ડરઃ એન્ડ ગેમ અને ટીવી શૉ ધ ફ્લેશ. હેવન અને વાઈકિંગ્સમાં જોવા મળ્યો હતો. તે રિંગમાં પણ પરત ફર્યો હતો. છેલ્લે તે ઘાયલ થયો હોવાના સમાચાર મળ્યા હતા.

બતિસ્ટા

ડેવિડ માઈકલ બતિસ્ટા એક પૂર્વ અમેરિકી પ્રોફેશનલ પહેલવાન અને મિશ્રિત માર્શલ આર્ટિસ્ટ રહ્યો છે. તે રિંગમાં બતિસ્ટાના નામથી જ ઓળખાય છે. હવે તે રિટાયર પ્રોફેશનલ પહેલવાન છે. સાથે જ સફળ અભિનેતા પણ છે. જે રિડિક, સ્પ્રેક્ટ્રે, બ્લેડ રનર 2049, ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી ફ્રેન્ચાઈઝી અને એવેન્જર્સ ફ્રેન્ચાઈઝી જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યો છે.

રે મિસ્ટીરિયો

ઓસ્કર ગુટિરેજ, જેને રે મિસ્ટીરરિયોથી ઓળખવામાં આવે છે. તેણે 90 અને 2000ના દાયકામાં પોતાની અને લુચા લિબ્રે માસ્કની ઓળખ ઉભી કરી હતી. તે WWE સ્મેકડાઉન બ્રાંડ સાથે આજે પણ પ્રોફેશનલ કુશ્તી કરે છે.

હલ્ક હોગન

ટેરી જીન બોલિઆ. તેને હલ્ક હોગન તરીકે ઓળખવામાં આવે છે. તેણે રેસલિંગમાં કેયલાય એવોર્ડ મેળવ્યા છે. કેટલાય સન્માન મેળવી એક સફળ કારકીર્દિ પૂર્ણ કરી છે. જો કે, ત્યારબાદ તેણે અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનું નામ બનાવ્યું. તે એક અભિનેતા અને સંગીતકાર પણ છે. પોતાના રિયાલિટી શૉ, હોગન નોઝ બેસ્ટ માટે પણ બહુ ચર્ચામાં રહ્યો હતો.

ધ રોક

ધ રોક WWEમાં કેટલાય વર્ષો સુધી અવ્વલ રહ્યો. કુશ્તી રિંગ ઉપરાંત તેણે વોલિવૂડમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. કુશ્તી કરિયર પૂર્ણ કર્યા બાદ હાલ રોક એક સફળ હોલિવૂડ અભિનેતા છે. તે ઘણી હીટ ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.

મિડૉન

ડેનિસ નાઈટ એક પ્રોફેશનલ પહેલવાન રહ્યો. તે પોતાના કરિયરમાં કેટલાય નામથી જાણીતો થયો. જેમાં મિડોન, ટેક્સ સલ્જેન્જર અને જીનીસ આઈ ગોડવીન પણ સામેલ છે. કુશ્તીની દુનિયા છોડ્યા બાદ તેણે ફ્લોરિડામાં ક્લિયરવોટરમાં એક શેફ તરીકે કામ કર્યું છે.

કેન

WWEમાં કેન ખુબ જ લોકપ્રિય રેસલર રહ્યો છે. જેનું સાચું નામ બહુ ઓછા લોકોને ખબર હશે. કેનનું સાચું નામ ગ્લેન થોમસ જૈકલ્સ છે. WWEને પસંદ કરનારા મોટા ભાગના લોકો કેનના ફેન્સ રહ્યા છે. કુશ્તી ઉપરાંત તેણે અભિનય, વ્યવસાય અને ત્યાં સુધી કે રાજનીતિમાં પણ હાથ અજમાવ્યો છે. કેન હાલ ટેનેસીના નોક્સ કાઉન્ટીનો મેયર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments