Homeગામનાં ચોરેતમે વધુમાં વધુ કેટલા બેંક ખાતા ખોલી શકો, આ માટે RBIનો શું...

તમે વધુમાં વધુ કેટલા બેંક ખાતા ખોલી શકો, આ માટે RBIનો શું નિયમ છે ? જાણો

Team Chabuk-National Desk: બેંકોમાં ટ્રાન્ઝેક્શન કરતી વખતે અથવા કોઈપણ બેંકમાં ખાતું ખોલાવતી વખતે તમારા મનમાં પ્રશ્ન તો આવ્યો જ હશે કે આપણે વધુમાં વધુ કેટલા બેંક ખાતા ખોલાવી શકીએ? આ લેખમાં આપણે જાણીશું કે શું દેશમાં બેંક ખાતું ખોલાવવાની કોઈ મર્યાદા છે? અથવા તમે ભારતમાં મહત્તમ કેટલા બેંક ખાતા ખોલી શકો છો?

મોટાભાગના લોકો પાસે 3 થી 4 બચત ખાતા હોય છે, જ્યારે કેટલાક લોકો આના કરતા વધુ બેંકોમાં ખાતા રાખે છે. ભારતમાં બેંક ખાતું ખોલવાની કોઈ મર્યાદા નથી. ભારતીય રિઝર્વ બેંક એ ભારતની મધ્યસ્થ બેંક છે અને તે અન્ય તમામ બેંકો માટે નિયમો નક્કી કરે છે. રિઝર્વ બેંકે બેંક ખાતાઓની સંખ્યા પર કોઈ મર્યાદા નક્કી કરી નથી. તમે ઈચ્છો તેટલા બેંક ખાતા ખોલી શકો છો.

જો તમે ઘણી બેંકોમાં તમારું ખાતું ખોલાવવા માંગો છો, તો તમે તેને સરળતાથી મેનેજ કરી શકો છો. આ માટે તમારે તમારા ખાતામાંથી ટ્રાન્ઝેક્શન ચાલુ રાખવું પડશે. જો તમે લાંબા સમયથી એક્ટિવ નથી, તો બેંક તમારું એકાઉન્ટ બંધ કરી શકે છે. એટલા માટે તમારે તમારા બધા એકાઉન્ટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવું પડશે. જો કે, વધુ બેંક ખાતા ખોલતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments