Homeગામનાં ચોરેઉતરાખંડ: ઘોડાપૂર વચ્ચેથી ગજરાજનું રેસ્ક્યુ કરતું વન વિભાગ, જુઓ વીડિયો

ઉતરાખંડ: ઘોડાપૂર વચ્ચેથી ગજરાજનું રેસ્ક્યુ કરતું વન વિભાગ, જુઓ વીડિયો

Team Chabuk-National Desk: ઉતરાખંડના હલ્દ્વાનીમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. એવામાં ગૌલા નદીમાં પાણીની વચ્ચોવચ્ચ ફસાયેલા ગજરાજનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક દિવસોથી રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ છે. પ્રદેશની કેટલીય નદીઓ ઉપર પાણી આફત બની તૂટી પડ્યું છે. વરસાદના કારણે અહીંની જીવાદોરી સમાન ગૌલા નદીનું જળસ્તર પણ ભયંકર રીતે વધી ગયું છે. મંગળવારના રોજ અહીં હલ્દુચૌર અને લાલકુવાની વચ્ચે એક હાથી ફસાઈ ગયો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હાથી નદીની વચ્ચે, જમીનના નાના એવા ટૂકડા પર હરતો ફરતો દેખાતો હતો.

વન વિભાગ ગજરાજ માટે સંકટમોચક બની ઉતરી આવ્યું હતું. DFO સંદીપ કુમારે સમાચાર એજન્સી ANIને હાથીના રેસક્યુ અંગે જણાવ્યું હતું કે, હાથી નદીની વચ્ચે ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. અમે રેસક્યુ ટીમને ઘટનાસ્થળ પર મોકલી ગમે તે ભોગે હાથીનો જીવ બચાવી લીધો હતો. હાથીને જંગલમાં છોડી દેવામાં આવ્યો છે અને વન વિભાગની ટીમ તેના પર નજર રાખેલી છે.

જણાવી દઈએ કે ઉતરાખંડમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થઈ ચૂક્યા છે. મંગળવારના રોજ 21 લોકોના મોત થયા હતા. સૌથી વધારે કુમાઉ ક્ષેત્ર પ્રભાવિત થયું છે. જ્યાં કેટલાય મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે અને કાટમાળમાં કેટલાય લોકો દબાયા છે. નૈનીતાલનો સંપર્ક રાજ્યના અન્ય વિસ્તારોથી કપાય ગયો છે. અહીં સુધી આવનારા ત્રણ મુખ્ય માર્ગો ભૂસ્ખલનના પરિણામે બ્લૉક થઈ ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments