Team Chabuk-Political Desk: ઉનાળામાં ચૂંટણીની તૈયારીઓએ ગુજરાતમાં ગરમી વધારી દીધી છે. રાજકારણમાં ગઈકાલથી નરેશ પટેલની એન્ટ્રી કોંગ્રેસમાં થવાની ફાઈનલ હોવાનું મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાય રહ્યું છે. ભાજપ પણ પોતની જૂની પેટર્ન અપનાવવાનું છે. અને તેનું નામ છે ભરતીમેળો.

6 એપ્રિલના રોજ ગુજરાત ભાજપનો સ્થાપના દિવસ છે. આ દિવસે ભાજપ અલગ-અલગ જગ્યાએ ઉજવણી કરશે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે કોંગ્રેસના નિરાશ ધારાસભ્યોનું એક જૂથ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં વિલય થઈ શકે છે. એટલે કે નરેશ પટેલની એક બાજુથી કોંગ્રેસમાં એન્ટ્રી થશે તો બીજી બાજુ ભાજપ કોંગ્રેસમાંથી એડમિશન કરશે. આ કંઈ નવું નથી. ચૂંટણી નજીક આવતા જ ભારતીય જનતા પાર્ટી સક્રિય થઈ જાય છે અને ધારાસભ્યોની એડમિશન પ્રક્રિયામાં લાગી જાય છે. દર ચૂંટણી વખતે આવું થયું છે.
પાડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ એવો દાવો કર્યો હતો કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર છે. હિન્દીમાં સંયમ લોઢાએ કરેલી ટ્વીટમાં લખ્યું છે કે – ‘गुजरात विधानसभा चुनाव 2022, भाजपा कांग्रेस के दस विधायको पर डोरे डाल रही है।, स्वस्थ रहें, सतर्क रहें’ ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2020માં કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. અત્યારે ગુજરાત કોંગ્રેસ પાસે કુલ 65 ધારાસભ્યો છે. એવામાં હવે સંયમ લોઢાની વાત સાચી પડી રહી હોય તેવું લાગે છે.
ગુજરાતમાં જગદીશભાઈ ઠાકોરને પ્રદેશ પ્રમુખ જ્યારે વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિમણૂક બાદ કોંગ્રેસનો આંતરિક અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો છે. જેનો ફાયદો ઉઠાવવા માટે ભારતીય જનતા પાર્ટી સજ્જ બેઠી છે. ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ નવ અસંતુષ્ટ ધારાસભ્યોનું લિસ્ટ બનાવ્યું છે અને તેમનું ભાજપમાં વિલીનીકરણ કરવાની દિશામાં સક્રિય થયું છે.

આ વખતની ચૂંટણી ભાજપ કોંગ્રેસનો રેકોર્ડ તોડવા માટે પણ લડી રહી છે. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 182માંથી 149 સીટ પર કબ્જો કર્યો હતો. ભાજપ 150 બેઠક જીતવા માટે એડિચોટીનું જોર લગાવી રહી છે. આ માટે વીસ હજાર કરતા વધારે બુથોને મજબૂત કરવાના આયોજનની સાથે કોંગ્રેસના ધારાસભ્યોને પાડી દેવાનું પણ આયોજન છે. આ એવા ધારાસભ્યો છે જેમને ભાજપનું નેતૃત્વ કે ભાજપના ધારાસભ્યો પછાડી નહોતા શક્યા. હાલ આ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવો સંશય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
| ધારાસભ્યો | બેઠક |
| અશ્વિન કોટવાલ | ખેડબ્રહ્મા |
| નિરંજન પટેલ | પેટલાદ |
| મહેશ પટેલ | પાલનપુર |
| સુનીલ ગામિત | વ્યારા |
| રાજેશભાઈ ગામીત | ધંધૂકા |
| વજેસંગભાઈ પણદા | દાહોદ |
| અંબરિશ ડેર | રાજુલા |
| ઈન્દ્રજીતસિંહ પરમાર | મહુધા |
| કનુભાઈ બારૈયા | તળાજા |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
