Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાયા છે. વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને જૂનગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગકર કમલમ્ ખાતે પ્રદીપસિંહ વાઘેલાએ હર્ષદ રિબડિયાનું કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. તો ભાજપમાં જોડાતાની સાથે જ હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ પર વાર કર્યા છે કે, કોંગ્રેસમાં ઘર ફૂટે ઘર જાય જેવી સ્થિતિ છે. બે દિવસ પહેલાં જ વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ રાજીનામુ આપી દીધું હતું. ચૂંટણી પહેલા હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપતાની સાથે જ તેમના ભાજપમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તો સૌરાષ્ટ્ર કોંગ્રેસના હજુ કેટલાક નેતા પણ કોંગ્રેસનો હાથ છોડી શકે છે.
વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આ પહેલા દાવો કર્યો હતો કે શાસક ભાજપે તેમને 2017ની રાજ્યસભાની ચૂંટણી પહેલા પાર્ટી બદલવા માટે મોટી રકમની ઓફર કરી હતી. તેમણે કહ્યું, “મને 2017માં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા અને પક્ષ બદલવા માટે શાસક પક્ષ દ્વારા 40 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જ્યારે મેં આ ઓફરને નકારી કાઢી હતી, તો હવે હું શા માટે પાર્ટી છોડીશ ?” હર્ષદ રિબડિયાએ એવું પણ કહ્યું હતું કે, સિંહ ક્યારેય ઘાસ ન ખાય. જો કે, હવે પક્ષ પલટતા તેમના પર કોંગ્રેસના નેતાઓ જ વાર કરી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ એક વખત ટિપ્પણી કરી હતી કે, “મને ખબર છે કે કોણ પાર્ટી છોડવાનું છે.” આ નિવેદનને લઈ રિબડિયાએ કહ્યું હતું કે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે આવી અફવાઓ ખૂબ જ સામાન્ય છે પરંતુ તેઓ પદ છોડવાના નથી. હવે તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દિધુ છે. પાર્ટી નથી છોડવાનો તેવો ખુલાસો તેમણે કર્યો હતો હવે રાજીનામું આપી દિધું. 24 જૂનના રોજ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પાર્ટી છોડી રહ્યા નથી. વસોયાએ સ્પષ્ટતા જારી કરી હતી, કારણ કે તેઓ નેતા હાર્દિક પટેલના નજીકના માનવામાં આવે છે અને તેમના કારણે જ તેમને 2017ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ મળી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત