Homeગુર્જર નગરીગુજરાત સરકારે રાજ્યના ઉદ્યોગ અને ધંધાને અઠવાડિયામાં એક વખત બંધ રાખવાનો આદેશ...

ગુજરાત સરકારે રાજ્યના ઉદ્યોગ અને ધંધાને અઠવાડિયામાં એક વખત બંધ રાખવાનો આદેશ શા માટે આપ્યો છે?

Team Chabuk-Gujarat Desk: ગુજરાત સરકારે રાજ્યના ઉદ્યોગ અને ધંધાને અઠવાડિયામાં એક વખત બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એવું એટલા માટે કારણ કે રાજ્યમાં લગભગ 5000 મેગાવોટ ઈલેક્ટ્રિસિટી સપ્લાઈની અછત પૂરી નથી થઈ રહી. આ નિર્ણયથી ગુજરાતની અર્થવ્યવસ્થાને પાટુ પડવાની શક્યતા છે. પરંતુ રાજ્યમાં વીજળીનું સંકટ એટલું ઘેરું બની ગયું છે કે તેમને વિવશ થઈ આ નિર્ણય લેવો પડી રહ્યો છે. ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશને તુરંત પ્રભાવથી લાગુ કરવામાં આવ્યો છે.

આ અંગે એક અંગ્રેજી અખબાર સાથે ચર્ચા કરતા ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અઠવાડિયામાં એક વખત કામ બંધ રાખવાની કવાયત હંમેશાંથી રહી છે. આ વૈકલ્પિક છે. અમે ક્યારેય પણ તેને જરૂરી નથી બનાવ્યું. પરંતુ હમણાં અચાનકથી પાવરની માગ વધી ગઈ છે. ખેતી સાથે સંકળાયેલા લોકોને વધારે વીજળીની આવશ્યકતા છે. આગામી 15 દિવસમાં આ માગ ઓછી થવાની સંભાવના છે. હાલ તો આ કારણે આશરે 500 મેગાવોટ ઈલેક્ટ્રિસિટીની સપ્લાઈની ઉણપ સર્જાઈ રહી છે. સરકાર તરફથી 29 માર્ચથી ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવી રહી છે. એવામાં ઉદ્યોગ ધંધા માટે વીજળીમાં કાપ મુકવો જરૂરી બની ગયું છે.’

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતની પાસે 37 હજાર મેગાવોટ ઈલેક્ટ્રિસિટી ઉત્પાદનની ક્ષમતા છે. જેમાંથી નવીનીકરણ ઉર્જાનો ભાગ 15 હજાર મેગાવોટ છે. ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડના અધિકારીના જણાવ્યા અનુસાર રિન્યૂબલ એનર્જીથી થનારી સપ્લાઈ એટલી વિશ્વાસપાત્ર નથી. ગુજરાતને પાવર સરપ્લસ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંના 18 હજાર ગામ ઈલેક્ટ્રિસિટી ગ્રીડની સાથે જોડાયેલા છે. આમ છતાં મોટું વીજળી સંકટ દેખાઈ રહ્યું છે. જેની શરુઆત કેટલીક સરકારી શાળાઓની વીજળીનું વિલોપન થવાથી થઈ હતી. આ મહિને જ આવેલ અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓની 23 સરકારી શાળાઓમાં વીજળી નહોતી. રાજ્ય વિધાનસભામાં ખૂદ સરકારે આ અંગેની જાણકારી આપી હતી.

shreeji dhosa

બાદમાં વીજળી કપાતની અસર ખેડૂતો પર પણ દેખાઈ હતી. રોજ બે કલાક વીજળી કાપવામાં આવતી હતી. રાજ્ય સરકાર ખેડૂતોને રોજ 8 કલાક વીજળી આપે છે. પરંતુ વીજળી કાપવાના નિર્ણયને લઈ તેને છ કલાક કરી દેવામાં આવ્યો હતો. જેનો સીધો અસર ખેતી પર થયો. ખેડૂતો ધરણા પ્રદર્શન માટે મજબૂર થઈ ગયા હતા. વડોદરા, મહેસાણા, પાટણ સહિતના કેટલાય જિલ્લાઓમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. વિપક્ષી કોંગ્રેસે દાવો કર્યો હતો કે વીજળી સંકટના કારણે ખેડૂત નારાજ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ કહ્યું હતું કે ખેડૂતોની નારાજગીના કારણે તેમને ખૂદના વિસ્તારમાં જતાં પણ ડર લાગી રહ્યો છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ કહ્યું કે વીજળી કપાય છે તેના વિરોધમાં તેઓ વીજળીનું બિલ ન ભરે. પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો રાજ્ય સરકારે આ અંગે કશું ન કર્યું તો પાર્ટી ચક્કાજામ કરશે.

ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. સંગઠનનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી રાજ્ય અને ઉદ્યોગોને ફટકો પડશે. આ કારણે રાજ્યની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચી શકે છે. સંગઠન તરફથી એ પણ કહેવામાં આવ્યું કે આ નિર્ણય કોઈ પણ પ્રકારની નોટિસ પાઠવ્યા વગર લેવામાં આવ્યો છે. એવામાં આ નિર્ણયને કમ સે કમ 15 દિવસ બાદ લાગુ કરવો જોઈએ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments