Team Chabuk-Sports Desk: ભારતની મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રમેશ પવારનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે. એવામાં એનસીએ પ્રમુખ વીવીએસ લક્ષ્મણને કોચ તરીકેની જવાબદારી આપવામાં આવી શકે છે. હાલમાં જ ન્યૂઝીલેન્ડ ખાતે યોજાયેલા વિશ્વકપમાં ભારતની મહિલા ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ગત વિશ્વકપમાં ફાઈનલ સુધી પહોંચનારી ભારતીય ટીમ આ વિશ્વકપમાં સેમીફાઈનલમાં પહોંચવા માટે અન્ય ટીમ પર આધાર રાખવો અને ફરજિયાત જીતવુંની કગાર પર આવી ગઈ હતી.

હવે રમેશ પવારને બીજી વખત ભારતીય મહિલા ટીમનું કોચ બનવા માટે આવેદન કરવું પડશે. પવારને રમનની જગ્યાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બનાવવામાં આવ્યા હતા. રમનના કોચ રહેતા ભારતીય ટીમ 2020ની ટી ટ્વેન્ટી વિશ્વકપની ફાઈનલમાં પહોંચી હતી. આંતરાષ્ટ્રીય વનડે વિશ્વકપમાં પણ ભારતની ટીમ પાસે સેમીફાઈનલ સુધીની આશા રાખવામાં આવી હતી, જોકે દક્ષિણ આફ્રિકા સામે અંતિમ ઓવરમાં નો બોલથી ટીમનું વિશ્વકપની સેમીફાઈનલમાં પહોંચવાનું સ્વપ્ન રોળાયું હતું.

આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમની બે દિગ્ગજ ખેલાડી પોતાની કારકિર્દીના અંતિમ પડાવમાં છે. જેના વિકલ્પની શોધ પણ ભારતે કરવાની છે. મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી ભારતીય ટીમ માટે આગામી વિશ્વકપ નહીં રમી શકે. ભારતીય ટીમમાં કેટલીય બેટર્સ છે જે મિતાલીની જગ્યાએ મધ્યક્રમમાં રમી શકે છે. જોકે ચિંતા ઝૂલન ગોસ્વામીના વિકલ્પની છે. હાલ પૂજા વસ્ત્રાકર પાસે ઝૂલનના વિકલ્પની આશા સેવવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત