Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચુનાભઠ્ઠી વિસ્તારમાં બે દિવસ પહેલાં થયેલા નિવૃત્ત શિક્ષક પરના હુમલા મામલે નવો ખુલાસો થયો છે. નિવૃત્ત શિક્ષક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. અને નિવૃત્ત શિક્ષક પર હુમલો પોતાની પત્નીએ જ કર્યો હોવાનું સામે આવ્યું છે. પહેલાં એવી વિગતો જાણવા મળી હતી કે નિવૃત્ત શિક્ષક બિપીનભાઈ પંડ્યા પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. શનિવારે બે શખ્સો હુમલો કરીને નાસી ગયા હતા. જો કે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. નિવૃત્ત શિક્ષક બિપીનભાઈ પંડ્યા પર હુમલો કરનાર તેમના જ પત્ની હોવાનું ખુલ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે બિપીનભાઈ પંડ્યાના પત્નીએ જ કુહાડી વડે બિપીનભાઈ પર હુમલો કર્યો હતો. બાદમાં પતિ પર હુમલો થયાની ખોટી વાર્તા ઘડી કાઢી હતી. આ કેસમાં પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે. પુછપરછમાં ખુલાસો થયો છે કે પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દેવાના ઈરાદા સાથે એકલતાનો લાભ લઈને કુહાડી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પતિ પર હુમલો થયાની ખોટી વાત ઉપજાવી કાઢી હતી અને જે કુહાડી વડે હુમલો કર્યો હતો તે કુહાડીને પાણીથી સાફ કરી નાખી હતી. જેથી કોઈને તેના પર શંકા ન જાય.
કેશોદમાં રહેતા નિવૃત્ત શિક્ષક બિપીનભાઈ પંડ્યા પર થયેલા જીવલેણ હુમલામાં સૌપ્રથમ બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી હતી. જો કે હવે સત્ય સામે આવી જતાં પોલીસે બિપીનભાઈ પંડ્યાના પત્ની પૂજા પંડ્યા ઉર્ફે સ્વાતિ પંડ્યાની ધરપકડ કરી છે. સ્વાતિ પંડ્યાએ જ પતિની હત્યા કરવાના ઈરાદે કુહાડી વડે હુમલો કર્યો હતો અને બાદમાં પોતે જ ફરિયાદી બનીને પતિ પર હુમલો થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

હુમલાની ફરિયાદ બાદ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં ફરિયાદી જ આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આકરી પુછપરછ કરતાં આરોપી સ્વાતિ પંડ્યાએ કબૂલાત આપી હતી કે તેણે જ તેના પતિ પર હુમલો કર્યો હતો. પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તેણે પતિને મોતને ઘાટ ઉતારી દેવા માટે આ હુમલો કર્યો હોવાનું પણ પોલીસ સમક્ષ આરોપી પત્નીએ જણાવ્યું હતું. 9 ઓક્ટોબરે પતિ જ્યારે વહેલી સવારે ઉંઘમાં હતો ત્યારે તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો.
પતિ પર હુમલો કર્યા બાદ આરોપી પત્નીએ એવું માની લીધું હતું કે તેના પતિના રામ રમી ગયા છે. બાદમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેના પતિ પર હુમલો થયાની વાત ઘડી કાઢી હતી. પરંતુ હકીકતમાં આરોપીનો પતિ જીવિત હતો. બાદમાં ઈજાગ્રસ્ત થયેલા બિપીનભાઈ પંડ્યાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં બિપીનભાઈ પંડ્યાની સારવાર ચાલી રહી છે. આ તરફ પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી પણ કબજે કરી લીધી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત