Team Chabuk-Gujarat Desk: મહાનગર અમદાવાદમાં પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથેનાં સંબંધો તોડી નાખ્યા હોવા છતાં પ્રેમ કરવા ઘેલો બનેલો અને પ્રેમ ન કરે તો મારી નાખવાની ધમકી ઉચ્ચારતા રઘવાયા પ્રેમીનો એક કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટના અમદાવાદ નગરના વાડજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બની છે. જ્યાં એક પરિણીતાએ પોતાના પૂર્વ પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધવી છે. રઘવાયા બનેલા આ પ્રેમીએ ફોન કરી પરિણીત પ્રેમિકાના દિયરને ફોન કર્યો હતો અને તેને કહ્યું હતું કે, તારી ભાભી મારી છે હું ઉપાડી જઈશ.
પરિણીતાએ પ્રેમી સાથેના સંબંધો તોડી નાખ્યાં હતાં પણ પ્રેમી તેને છોડવા તૈયાર નહોતો. એ પરિણીતા જ્યાં જાય ત્યાં તેનો પીછો કરતો હતો અને સંબંધોનો અંત આણવા તૈયાર નહોતો. આ સમગ્ર પ્રકરણની શરૂઆત એક ફ્લેટમાં થઈ હતી. નવા વાડજ ખાતે આવેલા ફ્લેટમાં એક મહિલા સાફ સફાઈનું કામ કરવા માટે જતી હતી. મહિલા પરિણીત હતી અને ત્રણ બાળકોની માતા પણ હતી.
એ જ્યાં કામ કરવા માટે જતી હતી ત્યાં એક અન્ય પુરુષ પણ કામ કરવા માટે આવતો હતો. બેઉં વચ્ચે વાત થઈ અને પ્રેમ થઈ ગયો. પ્રેમ થયા બાદ પરિણીત પ્રેમિકાને ખબર મળી કે તેનો પ્રેમી વ્યસની છે. વારંવાર નશો કર્યા રાખે છે. આ કારણે તેણે સંબંધો તોડી નાખ્યા. આમ છતાં પ્રેમી તેને એક તરફી પ્રેમ કરતો રહ્યો હતો. મહિલા તાબે ન થતાં તે વારંવાર ધમકીઓ પણ આપતો રહેતો હતો.
મહિલા જબરદસ્તી સંબંધ રાખવાની વિરૂદ્ધમાં હતી. તેણે આ પુરુષને કહ્યું કે, ‘મારા પતિને આપણા સંબંધોની જાણ થઈ ગઈ છે.’ તો પણ પ્રેમઘેલા પુરુષે મહિલાનો હાથ પકડી ધમકી આપી હતી કે તેના ફોનમાં તેના ફોટોગ્રાફ છે; જે તે તેના પતિને મોકલી બદનામ કરી દેશે. આટલેથી વાત ન પતી. આશિકે મહિલાને એસિડ ફેંકી ચહેરો બગાડી નાખવાની ધમકી આપી અને સાથે સાથે છોકરાઓને ઉઠાવી જવાની પણ ધમકી આપી.
આ વાત અહીં સુધી ન આટોપાતા પ્રેમમાં ગળાડૂબ આશિકે મહિલાનાં દિયરને ફોન લગાવી દીધો અને કહ્યું કે, ‘તારી ભાભી તો મારી જ છે. હું ઉપાડી જઈશ.’ આખરે પાણી માથા માથેથી પસાર થતું હોય અને સાસરિયા પક્ષને પણ આ સમગ્ર પ્રકરણની જાણ થઈ જતાં મહિલાએ જબરદસ્તી પ્રેમ સંબંધ રાખવાનું કહેતાં, આ પુરુષ વિરૂદ્ધ વાજડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત