Homeગામનાં ચોરેમહિલાએ ઘરમાં સાપ આવ્યો છે કહી પુરુષને બોલાવ્યો અને ગુપ્તાંગ કાપી નાખ્યું

મહિલાએ ઘરમાં સાપ આવ્યો છે કહી પુરુષને બોલાવ્યો અને ગુપ્તાંગ કાપી નાખ્યું

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક 45 વર્ષની મહિલા પર આરોપ લાગ્યો છે કે તેણે તીક્ષ્ણ હથિયાર વડે એક પુરુષનું ગુપ્તાંગ કાપી નાખ્યું. આ ઘટના સામે આવ્યા પછી મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે. મહિલાએ ગુપ્તાંગ વિચ્છેદન માટે ખેતરમાં વાઢવા માટેનાં દાંતરડાનો ઉપયોગ કર્યો હતો. મહિલાએ પુરુષ પર બળાત્કાર કરવાનો પણ આરોપ લગાવ્યો છે. જ્યારે તેનો પતિ બહાર ગયો હતો ત્યારે આ ઘટના બની હતી એવું પણ તેણે કહ્યું હતું.

પોલીસને આ સમગ્ર ઘટના અંગેની માહિતી મળી ત્યારે તેણે બેઉં પક્ષની વિરૂદ્ધમાં પોલીસ કેસ દાખલ કરી સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ એ વ્યક્તિને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તારણ એ સામે આવ્યું છે કે આ ઘટના જમીનના વિવાદની સાથે સંકળાયેલી છે. સીધી જિલ્લાનાં ઉમરિહા ગામની ઘટના છે. અહીં રહેતા વ્યક્તિનું નામ રમેશ સાકેત છે. આ વ્યક્તિએ દાવો કર્યો છે કે ઘરમાં સાપ મારવા માટે મહિલાએ તેને ઘરમાં બોલાવ્યો હતો. એ પુરુષ જ્યારે મહિલાના ઘરમાં પહોંચ્યો ત્યારે ત્યાં મહિલાના પુત્રો હાજર હતા. પુરુષને માર મારવા લાગ્યા. એ સમયે જ તીક્ષ્ણ દાંતરડાથી મહિલાએ પુરુષનાં પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યું.

રમેશ સાકેતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ‘‘રાતના અગિયાર વાગ્યાની આસપાસ ખેતરથી ઘરે જઈ રહ્યો હતો. મહિલા પોતાના આંગણામાં ઊભી હતી. તેનો પતિ અને બાળકો કોઈ દેખાતા નહોતા. એ છુપાયેલા હતા. જ્યારે હું તેના ઘરની પાસે પહોંચ્યો તો મહિલાએ મને બોલાવીને કહ્યું, ઘરમાં સાપ ઘુસી ગયો છે. મારી નાખો. અંદર જઈ મેં પૂછ્યું કે સાપ ક્યાં છે તો મહિલાએ કહ્યું કે ત્યાં અંદર છે. હું અંદરની બાજુ ગયો તો બધા એકઠા થઈ મને મારવા લાગ્યા. તેના દીકરા જ્વાલા, સોનુ, નાનો દીકરો, મહિલાનો પતિ તો મારી છાતી પર ચઢીને માર મારવા લાગ્યો. એ વખતે જ દાંતરડુ પતિએ કાઢી તેની પત્નીનાં હાથમાં આવ્યું અને તેણે મારું ગુપ્તાંગ કાપી નાખ્યું.’’

રમેશે આ સમગ્ર ઘટના વિષે કહ્યું કે, ‘‘આ વિવાદ જમીનની સાથે જોડાયેલો છે. હું જે ખેતર ભાડે રાખી મજૂરી કરતો હતો એ ખેતરમાં મારી પહેલા આ મહિલાનો પતિ કામ કરતો હતો. પણ તેણે ચોરી કરી હતી જેથી ખેતરના માલિકે તેને હડસેલી દીધો હતો. આ ઘટનાનો તે મારી ઉપર ખાર રાખીને બેઠો હતો. આ ઘટના બની ત્યારે મહિલાના પતિએ મને ધમકી ભર્યા સૂરમાં કહ્યું હતું કે, હું તને જોઈ લઈશ ત્યારે તને ખ્યાલ આવશે.’’

રાતના રાડારાડીનો અવાજ સાંભળીને પાડોશી લોકો અને રમેશ સાકેતના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે લોહીથી લથપથ રમેશ સાકેતને જોયો. ઘટના સ્થળે પોલીસ પહોંચી અને રમેશ સાકેતને દવાખાનામાં ભરતી કરવામાં આવ્યો. જ્યાંથી વધુ સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલ તેમની તબિયત સ્થિર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments