Homeદે ઘુમા કેWTCફાઈનલ: ટેસ્ટના બીજા દિવસે કોહલી અને રહાણેએ પ્રતિબદ્ધતા અને દ્રઢતાનો પરિચય આપ્યો

WTCફાઈનલ: ટેસ્ટના બીજા દિવસે કોહલી અને રહાણેએ પ્રતિબદ્ધતા અને દ્રઢતાનો પરિચય આપ્યો

Team Chabuk-Sports Desk: પ્રથમ દિવસે વરસાદના વિઘ્ન બાદ બીજા દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ વર્લ્ડ ટેસ્ટ સિરીઝની (WTC) ન્યૂઝલેન્ડ સામેની મેચમાં મક્કમ ગતિએ રન એકઠા કર્યા હતા. જોકે બીજા દિવસની રમત માત્ર 64.4 ઓવરની જ થઈ શકી હતી. અમ્પાયર દ્વારા ભારે પ્રકાશના અવરોધના કારણે ભારતીય સમય પ્રમાણે રાતના દસ વાગીને ચાલીસ મિનિટ પર દિવસની રમત પૂરી કરી નાખી હતી.

કોહલી મેચના પ્રથમ સત્રમાં જ મેદાન પર આવી ગયો હતો. ત્યાં સુધીમાં ભારતે રોહિત શર્મા 68 બોલમાં 34 રન અને શુભમન ગિલ 64 બોલમાં 28 રનની લંચ પહેલા જ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આ બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી નોંધાવી હતી.

દિવસની રમતને જ્યારે રોકવામાં આવી ત્યારે કોહલી 124 બોલમાં 44 રન બનાવીને અને અજિંક્ય રહાણે 79 બોલમાં 29 રન બનાવીને મેદાન પર હતા. આ બંને વચ્ચે 58 રનની અણનમ ભાગીદારી નોંધાઈ છે. રહાણેએ 54 બોલમાં 8 રન પર પૂજારા આઉટ થતા મેદાનમાં ઉતર્યો હતો.

જણાવી દઈએ કે પહેલા દિવસની રમત ભારે વરસાદના કારણે નહોતી થઈ શકી. બીજા દિવસે વાતાવરણમાં ઉધાડ રહ્યું હતું પણ ભારે પ્રકાશના કારણે મેચમાં અવરોધ સર્જાયો હતો. ભારતે પહેલા સત્રમાં 69 રન બનાવ્યા હતા. જ્યારે બીજા સત્રમાં 27.3 ઓવરમાં 51 રન જોડ્યા હતા. જેની પાછળનું કારણ ન્યૂઝીલેન્ડના બોલરોની અનુશાસિત અને ચુસ્ત બોલિંગ.

કોહલીએ મેદાનમાં પ્રતિબદ્ધતા અને દ્રઢતાનો પરિચય આપ્યો હતો અને એક સારો શોટ રમવા માટે ખરાબ બોલની પ્રતીક્ષા કરી. રહાણે પણ કેપ્ટન કોહલીની માફક જ રમત દાખવી હતી અને કેટલાક આકર્ષક શોટ્સ રમ્યા હતા. રહાણે અત્યાર સુધીમાં ચાર ચોગ્ગા લગાવી ચૂક્યો છે જ્યારે કોહલીએ એક બાઉન્ડ્રી ફટકારી છે.

ભારતે બે દિવસ પહેલા જે ટીમની પસંદગી કરી હતી તેમાં કોઈ પણ જાતનો ફેરફાર નહોતો કર્યો જ્યારે ન્યૂઝીલેન્ડ ચાર ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતરી હતી. તેની પાસે પાંચમો ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર ડિ ગ્રેંડહોમ છે. જેથી ન્યૂઝીલેન્ડના કોઈ પણ સ્પીનરને અંતિમ ઈલેવનમાં સ્થાન નથી મળ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments