Team Chabuk-Sports Desk: 1980 અને 90માં દર્શકોને રિંગમાં ભરપૂર મનોરંજન પૂર્ણ પાડનારા અમેરિકન રેસલર અને WWE હોલ ઓફ ફેમર સુપરસ્ટાર સ્કોટ હોલનું નિધન થતાં તેમના ફેન્સ ઘેરા શોકમાં ડૂબી ગયા છે. છેલ્લા કેટલાય દિવસોથી તેઓ લાઈફ સપોર્ટ પર હતા અને ફેન્સ તેમના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા હતા. WWEએ ખૂદ આ વાતની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી પરંતુ મૃત્યુ પાછળું કારણ તેમણે જણાવ્યું નહોતું. સ્કોટ 63 વર્ષના હતા અને લાંબા સમયથી નાદુરુસ્ત તબિયત સામે સંઘર્ષ કરી રહ્યા હતા.
WWE is saddened to learn that two-time WWE Hall of Famer Scott Hall has passed away.
— WWE (@WWE) March 15, 2022
WWE extends its condolences to Hall’s family, friends and fans. pic.twitter.com/jgqL3WizOS
ઓક્ટોબર 20, 1958માં મેરીલેન્ડ ખાતે એક મિલિટ્રી પરિવારમાં સ્કોટનો જન્મ થયો હતો. જર્મનીની મ્યુનિચ હાઈસ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો. 1991માં WWF સાથે જોડાતા પહેલા સ્કોટે અમેરિકાની અસંખ્ય જગ્યાએ પરફોર્મન્સ આપ્યું હતું. 1984માં તેમણે પોતાની રેસલર તરીકેની કારકિર્દીની શરુઆત કરી હતી. 1991માં જ્યારે WWF સાથે સ્કોટ જોડાયા ત્યારે તેમને રિંગ નેમ ડાઈમન્ટ સ્ટડ આપવામાં આવ્યું હતું. 1992માં રેઝર રેમન નામનું કેરેક્ટર પ્લે કરવા આપ્યું. જેની લોકપ્રિયતા અમેરિકાના પણ સીમાડા ટપી ગઈ હતી. રિંગમાં સ્કોટ એક વિલન તરીકે ઉતરતા હતા અને છવાઈ જતા હતા.
Scott Hall is easily one of the coolest wrestlers to ever exist. His catchphrases and mannerisms were memorable and imitable. Had young me walking around with a toothpick in my mouth. Ha. Rest in peace. That first "HEY-YO" in heaven gonna get the loudest pop. pic.twitter.com/NkJdnMqgd4
— Razor Sermon (@SermonsDomain) March 15, 2022
HEY YO….. Heaven just gained a Bad Guy Angel…..
— Steve Fall (@SteveFall) March 15, 2022
Scott Hall Razor Ramon you’ll be missed.#RIPScottHall #WWE #WWERAW pic.twitter.com/3EUf0exM65
કારકિર્દીમાં તેણે કેવિન નશ, બ્રેટ હાર્ડ, શોન માઈકલ સહિતના રેસલરની સાથે રિંગમાં પોતાના કરતબ દેખાડ્યા હતા. WWF ઉદ્યોગજગતમાં સ્ટેડ સ્કોટના નામે બે ક્લાસિક રેસલિંગ મેચ રહ્યા છે. જેમાં રેસલિંગએક્સ અને સમરસ્લેમ 1995માં શોન માઈકલ વિરુદ્ધની લેડર મેચનો સમાવેશ થાય છે. મન્ડે નાઈટ રોની સફળતામાં 90ના આ સુપરસ્ટારની મહેનત પણ સમાવેશ થાય છે. આ સિવાય સ્કોટ રિંગમાં મોઢામાં સળી ખોસી એન્ટ્રી કરવા માટે પણ જાણીતા હતા.
Rest in Peace to the original Wolfpac, the lone wolf 🐺, The Outsiders made wrestling for me, Scott Hall you will be missed, NWO for life, outsiders for life, Survey Says One more for the good guys #RIP #ScottHall #Outsiders4life #NWO4life pic.twitter.com/rSA8JtpSTP
— 🎱•VooDÒŐ♠️(a pathetic/miserable ass Raider Fan) (@VooDoo1290) March 14, 2022
This is a very sad day. Scott Hall was one of the greatest wrestlers to compete in any era. When he walked on to Nitro on May 27, 1996 it changed wrestling. “Survey Says: May the Bad Guy Rest In Peace.” pic.twitter.com/YyI2O3BwB5
— Tony Schiavone (@tonyschiavone24) March 15, 2022
Rest in Peace to the man who defined cool, the legend, Scott Hall 🙏🏻❤️ pic.twitter.com/fBRcfG2o7J
— Relentless Pro (@_RelentlessPro) March 15, 2022
એક સમયે WWFમાંથી નીકળી ગયેલા સ્કોટે 1996માં ફરી કંપની જોઈન કરી હતી. આ વખતે તેની સાથે કેવિન નશ અને હલ્ક હોગન હતા. જેની સાથે NWO નામની ટીમ તેમણે બનાવી લોકોને ભરપૂર મનોરંજન પૂર્ણ પાડ્યું હતું. તેમને WWFના હોલ ઓફ ફેમની ઉપાધિ પણ આપવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત