Homeતાપણુંહવે સમય પાકી ગયો છે કે ઘરની કોંગ્રેસની જગ્યાએ સૌની કોંગ્રેસ હોય:...

હવે સમય પાકી ગયો છે કે ઘરની કોંગ્રેસની જગ્યાએ સૌની કોંગ્રેસ હોય: કપિલ સિબ્બલ

Team Chabuk-Political Desk: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા નામોશીભર્યાં પરાજયની સર્વત્ર ટીકા થઈ રહી છે. એવામાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ દ્વારા શીર્ષ નેતૃત્વ પર ફરી પ્રહાર કર્યાં છે. કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈ ગાંધી પરિવાર પર અત્યાર સુધીનો મોટો હુમલો કપિલ સિબ્બલે કર્યો હતો. અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા સાક્ષાત્કારમાં સિબ્બલે ગાંધી પરિવારને નેતૃત્વ છોડવા તરફ ઈશારો કર્યો છે અને કોઈ અન્ય નેતાના હાથમાં કોંગ્રેસની બાગડોર સોંપવાની વાત કરી છે.

કપિલ સિબ્બલે ગાંધી પરિવાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે હવે સમય પાકી ગયો છે કે ઘરની કોંગ્રેસની જગ્યાએ સૌની કોંગ્રેસ હોય. આ વખતેના પરિણામોએ મને આશ્ચર્યચકિત્ત નથી કર્યો, મને આવું થશે તેનું પૂર્વ અનુમાન હતું જ. અમે 2014થી સતત પાછળ જઈ રહ્યા છીએ. અમે એક એક રાજ્ય ગુમાવ્યું છે. જ્યાં અમે સફળ થયા ત્યાં પણ અમારા કાર્યકર્તાઓને સાથે નથી રાખી શક્યા. કોંગ્રેસના કેટલાક પ્રમુખ નેતાઓનું પણ પલાયન થયું. જેમની પાસે નેતૃત્વની આશ હતી તેઓ કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ નેતૃત્વના નજીકના લોકોએ તેમનો સાથ છોડી દીધો. હું આંકડો જોઈ રહ્યો હતો. એ ધ્યાન રાખવું જરૂરી છે કે 2014થી અત્યાર સુધીમાં લગભગ 117 સાંસદ, ધારાસભ્યની સાથે સાથે 222 ઉમેદવાર કોંગ્રેસ છોડી ચૂક્યા છે. અમે ઈતિહાસમાં કોઈ અન્ય રાજનીતિક દળમાં આ પ્રકારનું પલાયન નથી જોયું.

સિબ્બલે વધુમાં કહ્યું કે, સમય સમય પર અપમાનજનક હારનો સામનો કરવો પડી રહ્યો છે. જે રાજ્યોમાં અમે પ્રાસંગિક હોવાની આશા રાખી રહ્યા છીએ, ત્યાં વોટની ટકાવારી લગભગ ન બરાબર છે. ઉત્તર પ્રદેશમાં અમારી પાસે 2.33 ટકા વોટ શેર છે. જે મને આશ્ચર્યમાં ગરકાવ નથી કરતા. અમે મતદાતાઓ સાથે જોડાવામાં અમસર્થ રહ્યા છીએ. અમારી પહોંચ સાર્વજનિક ચર્ચાનો વિષય છે. જેમ કે ગુલાબનબી આઝાદે ગઈકાલે કહ્યું હતું કે એક નેતામાં પહોંચવાની ક્ષમતા, જવાબ આપવાની ક્ષમતા અને સ્વીકાર્યતાનો ગુણ હોવો જોઈએ. 2014 બાદથી જવાબદારીનો અભાવ જોવા મળી રહ્યો છે, ઘટતી જતી સ્વીકાર્યતા અને લોકો સુધી પહોંચવાનો ખૂબ ઓછો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અસલી સમસ્યા છે અને પરિણામોએ અમને ચોંકાવ્યા નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments