Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના મહાલક્ષ્મી સિનેમાઘરમાં ફિલ્મના ચાલુ શોમાં યુવકે મહિલાને અડપલાં કર્યા

સુરેન્દ્રનગરના મહાલક્ષ્મી સિનેમાઘરમાં ફિલ્મના ચાલુ શોમાં યુવકે મહિલાને અડપલાં કર્યા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પતરાવાળી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી સિનેમાઘરમાં ફિલ્મના ચાલુ શો દરમિયાન મહિલાની છેડતી કરાતાં મારામારીનો મામલો સામે આવ્યો છે. મહાલક્ષ્મી સિનેમાઘરમાં ફિલ્મનો શો ચાલી રહ્યો હતો તે દરમિયાન એક યુવકે મહિલાને અડપલાં કર્યા હતા. બાદમાં મામલો બીચકતાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે સિનેમાઘરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહિલાના અડપલાં કરનાર યુવકને લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

સુરેન્દ્રનગરના મહાલક્ષ્મી સિનેમાઘરમાં ફિલ્મના ચાલુ શો દરમિયાન મારામારીનો મામલો સામે આવ્યો હતો. બાદમાં સિનેમા ઘરનાં કર્મચારીઓએ આવીને માંડમાંડ મામલો થાળે પાડ્યો હતો. સુરેન્દ્રનગર સિનેમા ઘરમાં ચાલુ શો દરમિયાન યુવકે મહિલાને અડપલાં કરતાં લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો હતો.

ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ છેડતીની ઘટના બાદ સિનેમાઘરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અડપલાં કરનારા યુવકને લોકોએ માર માર્યો હતો. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી વિસ્તારમાં મહાલક્ષ્મી સિનેમાઘર નવા રંગરૂપ સાથે તાજેતરમાં જ શરૂ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments