Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓ અત્યારથી શરુ થઈ ચૂકી છે. અત્યારે મેદાનમાં સત્તાધારી ભાજપ પોતે કરેલા વિકાસને જનતાની સામે રાખી રહ્યો છે, જૂના ભેરું કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જોરોશોરોથી પ્રચારમાં લાગ્યા છે. સાથે જ અસદુદ્દીન ઓવૈસીએ પણ મુસ્લિમ વિસ્તારમાં કમાન સંભાળી છે. એવામાં સમાજવાદી પાર્ટીના અત્તરે ચૂંટણીને નવી સુગંધ આપી છે.
સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે મંગળવારના રોજ ‘સમાજવાદી ઈત્ર’ નામનું પરફ્યૂમ લોન્ચ કર્યું હતું. આ અવસર પર સમાજવાદી એમએલસી પુષ્પરાજ જૈને કહ્યું કે, પરફ્યુમથી 2022માં નફરત પૂર્ણ થશે. આ અત્તરને કન્નોઝથી સમાજવાદી પાર્ટીના એમએલસી પમ્મી જૈને તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ અત્તરને તૈયાર કરવામાં બે વૈજ્ઞાનિકોને ચાર મહિનાનો સમય લાગ્યો હતો. તેની ખાસ વાત એ છે કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ અત્તરમાં 22 પ્રાકૃતિક અત્તરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો તમે ઉપયોગ કરશો તો તમને સમાજવાદની સુગંધ અનુભવાશે, ભાઈચારો મહેસૂસ થશે અને કન્નૌજની માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
— Samajwadi Party (@samajwadiparty) November 9, 2021
તેમણે કહ્યું હતું કે, 22 અત્તરનો એટલા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે નફરતની આંધી પણ ફેલાયેલી છે. તેના આ અત્તર પૂર્ણ કરી પ્રેમનો માહોલ ઉભો કરશે. વધુમાં તેમણે કહ્યું કે, એક બીજું પ્રાકૃતિક અત્તર બનાવવાની કામગીરી થઈ રહી છે. જે 2024માં લોન્ચ થશે, જે 2024માં સમગ્ર દેશમાંથી નફરતની આંધી હટાવવાનું કામ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત