Homeગુર્જર નગરીરાજકોટમાં 24 વર્ષના યુવકનું હ્રદય બંધ પડ્યું, હાર્ટ એટેક આવતા મોત

રાજકોટમાં 24 વર્ષના યુવકનું હ્રદય બંધ પડ્યું, હાર્ટ એટેક આવતા મોત

team Chabuk-Gujarat Desk: રાજ્યમાં નાની ઉંમરના યુવકોને હાર્ટ એટેક આવવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક યુવકને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટમાં મુકેશ વધાસિયા તેનાં નિત્યક્રમ મુજબ કારખાને જવા નીકળ્યો હતો. જે બાદ કારખાને પહોચ્યા બાદ મુકેશ કામ કરી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક જ તે ઢળી પડતા આજુબાજુમાં કામ કરી રહેલા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા અને મુકેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. કારખાનામાં મુકેશ સાથે કામ કરી રહેલ તેનાં મિત્રો તેમજ અન્ય લોકો મુકેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

rajkot heart attack death

હોસ્પિટલનાં ફરજ પર હાજર રહેલ ડોક્ટરો દ્વારા મુકેશને તપાસતા તેનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જે બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમ બાદ સિવિલનાં તબીબોએ જણાવ્યું હતું કે, યુવકનું મોત હ્રદય રોગનો હુમલો આવ્યા બાદ મોત થયાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments