Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના મહોબામાં એક ખેડૂતની તબિયત ખરાબ થઈ જતા તેમનો પુત્ર તેમને જિલ્લા હોસ્પિટલે લઈ પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. પોલીસને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો હતો. એ પછી તેમને એમ્બ્યુલન્સ ન મળી તો મૃતદેહને કચરા ગાડીમાં મોર્ચરી સુધી પહોંચાડી દીધો હતો. હવે ઘટનાનો વીડિયો વાઈરલ થતાં અને સ્થાનિક પત્રકારોએ જંપ લાવતા આગ પકડી છે અને ઉપરી અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મહોબાના રહેવાસી એવા રામ કરણ છેલ્લા કેટલાય સમયથી નાદુરુસ્ત તબિયતના કારણે બીમાર હતા. સ્થિતિ અત્યંત ગંભીર થતાં તેમનો પુત્ર તેમને જિલ્લા હોસ્પિટલ લઈ પહોંચ્યો હતો. અહીં ડોક્ટરોએ રામકરણને મૃત ઘોષિત કરી દીધાં હતાં. એ તપાસવા માટે કે તેમનું મૃત્યું કેવી રીતે થયું મૃતદેહને પોસ્ટમોર્ટ હાઉસમાં મોકલવાનો હતો. જેથી હોસ્પિટલ પ્રશાસન તરફથી પોલીસને ખબર આપવામાં આવી.
મૃતકના પુત્ર દીપકે આ અંગે જણાવ્યું કે, ‘અમે મહોબાના ખરેબાથી આવ્યા હતા. મારા પિતાની તબિયત અત્યંત ખરાબ હતી. તેમને લઈને અમે હોસ્પિટલ આવ્યા હતા. એ ખૂબ જ અશક્ત હતા. ડોક્ટર સારવાર કરે એ પહેલા જ તેમનું મૃત્યું થઈ ગયું. એ પહેલા દિલ્હીમાં રહેતા હતા અને ત્યાં જ કામ કરતા હતા.’
ડોક્ટરોએ જાણકારી આપતા મહોબા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ ઓફિસરો ઘટનાસ્થળ પર પહોંચ્યા. જેમાં બે કોન્સ્ટેબલ અને એક સબ ઈન્સપેક્ટર હતા. આ પોલીસ ઓફિસરોને જ્યારે એમ્બ્યુલન્સ ન મળી તો તેમણે નગરપાલિકાથી કચરો ઉઠાવવાની ગાડી બોલાવી લીધી. નગરપાલિકાના બે કર્મચારી ઘટનાસ્થળ પર ગાડી લઈને આવ્યા. સબ ઈન્સપેક્ટરના કહેવા પર બંને કોન્સ્ટેબલે નગર પાલિકા કર્મચારીઓની મદદથી ગાડીમાં મૃતદેહને રાખી દીધો અને માર્ચરી સુધી પહોંચી ગયા.
હવે આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો પણ બનાવી લીધો હતો. વીડિયો સોશિયલ મિડિયા મારફતે સ્થાનિક પત્રકારો સુધી પણ પહોંચી ગયો. જે પછી મિડિયાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક મિડિયાકર્મીનું આ અંગે કહેવું છે કે, ‘‘આ વીડિયો સામાન્ય નાગરિકમાંથી જ કોઈ એકે બનાવ્યો હતો. હોસ્પિટલમાં અસંખ્ય લોકો હોય છે. વીડિયો વાઈરલ થયો ત્યારે મિડિયાને આ વાતની ખબર પડી. હવે ખબરો વહેતી થઈ તો સ્થાનિક પ્રશાસન દ્વારા નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું છે. આ પહેલા પોલીસના અધિકારીઓ આ મુદ્દા પર મૌન હતા. પોલીસે આવી ઘટનાઓમાં સંવેદના રાખવી જોઈએ.’’
વિવાદ વધતા ASP મહોબા, આરકે ગૌતમે કહ્યું કે, આ ઘટનાની તપાસ સ્થાનિક ક્ષેત્ર અધિકારીને સોંપવામાં આવી છે. 24 કલાકની અંદર અંદર રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્યું છે. તેમની રિપોર્ટના આધારે આરોપીઓની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત