Homeગુર્જર નગરીગુજરાત નજીક આવેલા ધડગામ બસ સ્ટેન્ડ પર પ્રેમમાં નિષ્ફળ યુવકે આત્મહત્યા કરી,...

ગુજરાત નજીક આવેલા ધડગામ બસ સ્ટેન્ડ પર પ્રેમમાં નિષ્ફળ યુવકે આત્મહત્યા કરી, બે દિવસથી ફક્ત પાણી પીધું હતું

Team Chabuk-Gujarat Desk: ગુજરાત રાજ્યની નજીક આવેલા નંદુરબાર જિલ્લાના ધડગામ બસ સ્ટેન્ડ પર પ્રેમ વિયોગમાં એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ યુવકે પોતાની પ્રિયતમાને લઈ એક ચીઠ્ઠી પણ લખી હતી અને બાદમાં કમરમાં પહેરવાનો પટ્ટો કાઢી લોખંડના એન્ગલની સાથે ભરાવી આત્મહત્યા કરી લીધી હતી. સવારે જ્યારે મુસાફરો પહોંચ્યા ત્યારે યુવકને આ સ્થિતિમાં જોઈ પોલીસને અવગત કરી હતી. પોલીસે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના પરિચિતોનો સંપર્ક થાય એ દિશામાં પગલાં ભર્યાં છે.

શુક્રવારની રાત્રીએ 23 વર્ષની આસપાસના યુવકે પ્રેમમાં નાસીપાસ થતાં પોતે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે મુસાફરો જ્યારે સવારમાં બસ સ્ટેન્ડમાં પહોંચ્યા તો ત્યાં તેમને લોખંડના પાઈપમાં કમરમાં પહેરવાના પટ્ટાને ગળે બાંધી લટકતી એક વ્યક્તિ દેખાઈ હતી. પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ બસ સ્ટેન્ડ આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસને ચોકથી અશુદ્ધ હિન્દી ભાષામાં પ્રેમિકાને સંબોધી લખેલી આત્મહત્યાની નોટ મળી હતી. આત્મહત્યાની ચોકથી લખેલી નોટમાં તેણે પોતાની પ્રેમિકાનું નામ લખ્યું હતું અને પ્રેમમાં નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આ યુવકના ખિસ્સા તપાસ્યા હતા પરંતુ ઓળખ થઈ શકે તેવી કોઈ પણ વસ્તુ મળી આવી નહોતી. ધડગામની પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયા પર યુવકની તસવીર અને તેનું વર્ણન મૂક્યું હતું અને કોઈને જો યુવક વિશે જાણકારી હોય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરી હતી. આત્મહત્યાની અશુદ્ધ હિન્દી ભાષામાં લખાયેલી નોટથી જાણકારી મળી છે કે યુવક પ્રેમિકાને ખૂબ જ ચાહતો હતો. ચોકથી લખેલી નોટથી માહિતી મળી છે કે એ બે દિવસથી ભૂખ્યો હતો અને ફક્ત પાણી પીધું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments