Homeગામનાં ચોરેમહિલા ડોક્ટરને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધી વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કરી 1...

મહિલા ડોક્ટરને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધી વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કરી 1 કરોડ 80 લાખ હડપી લીધા

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના ડિંડોરીમાં હોસ્પિટલ ખોલવાના બહાને જબલપુરના એક ચાલાક યુવકે છિંદવાડાની મહિલા ડોક્ટરને પહેલા પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી એ પછી તેની સાથે દુષ્કર્મ આચરી તેનો વીડિયો બનાવ્યો હતો. યુવકે વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી મહિલા ડોક્ટર પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. આરોપી જ્યારે મહિલા ડોક્ટરની પાસે વધારે રૂપિયાની માગણી કરવા લાગ્યો ત્યારે કંટાળેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

જાણકારી અનુસાર, આરોપી મનીષ શ્રીવાસ્તવ જબલપુરનો રહેવાસી છે. તેણે છિંદવાડાની રહેવાસી મહિલા ડોક્ટરની સાથે હોસ્પિટલ ખોલવાના બહાને મિત્રતા કરી હતી. આરોપીએ ડોક્ટરને પોતાના પ્રેમજાળમાં ફસાવી તેનું શોષણ કર્યું એ પછી અશ્લીલ વીડિયો બનાવી ડોક્ટરને બ્લેકમેલ કરવાની શરુઆત કરી દીધી. જ્યારે મહિલાએ વધારે રૂપિયા દેવાથી ઈન્કાર કરી દીધો ત્યારે આરોપી મનીષે ભોપાલના રહેવાસી મિત્ર કુલભૂષણને આઈબીનો નકલી ઓફિસર બતાવી ધમકી આપી હતી.

આરોપીએ મહિલા ડોક્ટરના પતિને વીડિયો મોકલવાની ધમકી આપી કુલ 1 કરોડ 80 લાખ રૂપિયા હડપી લીધા હતા. એ પછી બંને યુવકો મહિલા ડોક્ટર પાસે પૈસાની માગણી કરતા રહ્યા હતા. અંતમાં મહિલાએ આ બંને યુવકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે બંને આરોપી મનીષ અને કુલભૂષણની વિરુદ્ધ કલમ 376, 386, 429, 506 હેઠળ કેસ ફાઈલ કર્યો હતો. બંને આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં ત્રણ દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી છે. છિંદવાડાના પોલીસ અધિકારી મોતીલાલ કુશવાહે મીડિયાને જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉ કેટલાની સાથે છેતરપિંડી આચરી તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments