Homeસિનેમાવાદહું સ્વાર્થી બની ગયેલો એટલે મેં હિન્દી ફિલ્મ ઉદ્યોગને છોડવાનો નિર્ણય લીધેલો...

હું સ્વાર્થી બની ગયેલો એટલે મેં હિન્દી ફિલ્મ ઉદ્યોગને છોડવાનો નિર્ણય લીધેલો : આમિર ખાન

Team Chabuk-Cinema Desk: હિન્દી સિનેમાના ભૂતકાળ તરફ પાછળ વળીને જોઈએ છીએ ત્યારે જે કંઈ થોડું ઘણું પરિવર્તન આવ્યું છે તેમાં આમિર ખાનનો ફાળો સર્વોત્તમ છે. તેની કારકિર્દીને બે પડાવમાં વિભાજીત કરી આપણે જોઈ શકીએ છીએ. એક કયામત સે કયામત તકથી શરુ થયેલી તેની ફિલ્મી સફર બાદમાં નિષ્ફળ ફિલ્મોમાં પલટાઈ ગઈ પણ સરફરોશ બાદ એક નવા આમિર ખાનના દર્શન થયા.

એક વર્ષમાં એક ફિલ્મ કરવાનો આમિરનો નિર્ણય સરફરોશ થકી પહેલી વખત સામે આવ્યો હતો. સરફરોશ, દિલ ચાહતા હૈ, લગાન, ફના, રંગ દે બસંતી, તારે જમીં પર, ગજની, 3-ઈડિયટ, પીકે જેવી બ્લોકબસ્ટર અને 2018ની ઠગ્સ ઓફ હિન્દોસ્તાનની નિષ્ફળતા બાદ આમિર ખાન હવે લાલસિંહ ચઠ્ઠામાં દેખાશે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી આમિર ફિલ્મોથી દૂર છે. એક ઈન્ટરવ્યૂમાં આમિરે ખુલાસો કર્યો છે કે તે હિન્દી ફિલ્મ ઉદ્યોગજગતને સાયોનારા કહેવાનું વિચારી રહ્યો હતો.

આમિર ખાને કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં કેટલીક એવી ક્ષણો પણ આવી જેમાં તે ઈન્ડસ્ટ્રીને છોડવાનું વિચારી રહ્યો હતો. તેણે આવું એટલા માટે વિચાર્યું કારણ કે તેના વ્યક્તિગત જીવન પર અસર પડી રહી હતી. ઈન્ટરવ્યૂમાં આમિર ખાને આ અંગેનો ખુલાસો કરતા કહ્યું કે તે ફિલ્મ ઉદ્યોગ છોડવાનું એટલા માટે વિચારી રહ્યો હતો, કારણ કે તે સ્વાર્થી બની પોતાની તમામ શક્તિ પોતાના કામ પર લગાવી રહ્યો હતો અને પોતાના કુટુંબને જરાં અમથો પણ સમય નહોતો આપી રહ્યો. ખાસ પોતાના બાળકોને.

આમિરે વધુમાં કહ્યું કે જ્યારે મેં હીરો બનવાનું વિચાર્યું તો મને લાગ્યું કે મારું કુટુંબ હંમેશાં મારી સાથે છે અને મેં આ વાતને હલ્કામાં લેવાનું શરુ કરી દીધું. એ પછી હું દર્શકોના હ્રદય જીતવાના પ્રવાસ પર નીકળી પડ્યો. જ્યારે તમે શરુઆત કરો છો તો ખૂબ મુશ્કેલ કામ કરો છો. અને હું છેલ્લા 35 વર્ષથી આ રીતે જ કામ કરી રહ્યો હતો.

CinemaVad

આમિરે ઉંમરને એક મોટી સમસ્યા ગણાવતા કહ્યું કે, હું સ્વાર્થી થઈ ગયો હતો. હું મારા વિશે જ વિચારી રહ્યો હતો. હું મારા બાળકોની સાથે હતો, પણ એ રીતે નહોત જે રીતે હોવો જોઈએ. હવે હું આ કરી રહ્યો છું. મને હવે 57 વર્ષની વયે આ વાતનો અનુભવ થયો. મને થાય છે કે આ વાતની અનુભૂતિ મને 86 વર્ષની વયે થઈ હોત તો, એટલે આ એક મોટી સમસ્યા છે. મને લાગે છે કે સિનેમાએ મને મારા પરિવારથી દૂર કરી દીધો હતો. મેં મારા કુટુંબને કહ્યું હતું કે હું અભિનય છોડી દઈશ. ફક્ત પ્રોડ્યુસ કરીશ. મેં તેમને કહ્યું હતું કે હું ફક્ત તમારા લોકોની સાથે રહીશ. આ સાંભળી મારું કુટુંબ ચકિત્ત થઈ ગયું હતું.

આમિરે કહ્યું કે ત્રણ મહિના બાદ તેના બાળકોએ તેને જીવનમાં બેલેન્સ બનાવવાની સલાહ આપી. મારા બાળકો અને કિરણે મને કહ્યું કે હું ખોટું કરી રહ્યો છું. કિરણ ઈમોશનલ થઈ ગઈ અને તેણે મને કહ્યું કે ફિલ્મો મારી અંદર વસવાટ કરે છે. એટલે બે વર્ષમાં ઘણું બધું થયું. મેં હિન્દી ફિલ્મ ઉદ્યોગ જગત છોડી દીધું અને પછી હું પાછો ફર્યો. આમિરે કહ્યું કે ગત બે વર્ષ ઘણાં જ મુશ્કેલ રહ્યા. આજે હું 57 વર્ષનો છું. સિનેમાએ મને ઘણો આકર્ષિત કર્યો અને હું તેના માટે એટલો પેશનેટ હતો કે હું મારી જવાબદારીઓ ભૂલી ગયો. હું મારી જિંદગી જીવી રહ્યો હતો. મારા સ્વપ્નોની પાછળ ભાગી રહ્યો હતો. હું મારા લોકોની સાથે સમય નહોતો વિતાવી રહ્યો. આમિરે કહ્યું કે, મેં આલ્કોહોલ પણ છોડી દીધું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments